રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૫૬૦.૬૪ સામે ૬૧૯૩૭.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૩૪૯.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૬.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૪૩૧.૭૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૨૪.૫૦ સામે ૧૮૨૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૫૦.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૭૫.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતીય શેરબજાર ગુરુવારે ઉતાર-ચઢાવ બાદ રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. આજે ડિવિસ લેબના શેર્સ ૪% ગગડી ગયા હતા જ્યારે અદાણી પોર્ટના શેરમાં પણ ૩%નો ઘટાડો જોવા મળ્યો હતો. આજે બીએસઈમાં રિયલ્ટી, મેટલ, પાવર, ઓઈલ-ગેસ, એફએમસીજી, કેપિટલ ગૂડ્ઝ અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૧૦% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, ભારતી એરટેલ,મારુતિ, અલ્ટ્રાકેમ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઈનો સમાવેશ થાય છે. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૮૦%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે.
એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સશેરોમાં સૌથી વધુ ૧.૨૭%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ડિવિસ લેબના શેરમાં ૩.૨૪%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ્સ, આઈટીસી, એસબીઆઈ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્સિયલ સર્વિસિસ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૧ અને વધનારની સંખ્યા ૧૫૧૭ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૫.૮૧ લાખ કરોડ રહ્યું હતું.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો અત્યારે અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં વ્યાજ દરોમાં સતત વધારો કરવાનું અમેરિકી અને યુરોપીય સેન્ટ્રલ બેંકોએ ચાલુ રાખીને કરેલા વધારાથી ફરી વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ વધ્યું છે. કોર્પોરેટ વિશ્વમાં અમેરિકા, યુરોપમાં બેંકિંગ કટોકટી વકરવાના અને નવી બેંકોના સંકટના સમાચારો તેમજ અમેરિકી સરકાર માટે ડેટ સીલિંગ આવી જતાં બિલ ચૂકવણીની ૧, જૂન પછી અસમર્થતાના અહેવાલે વિશ્વાસની કટોકટીને લઈ વૈશ્વિક અર્થતંત્ર અને બજારો માટે અસ્થિરતાનું જોખમ વધ્યું છે.
આ પરિબળો વચ્ચે એડવાન્ટેજ ભારત હોય એમ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ભારતમાં સ્થિતિ તુલનાત્મક રીતે ઘણી સારી હોવાથી ફરી ભારતીય બજારોમાં રોકાણનો મોટો પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે. જ્યારે લોકલ ફંડોનું પ્રોફિટ બુકિંગ થવાના પરિણામે બજાર સપ્તાહ દરમિયાન અમુક આંચકા આપી રહ્યું છે. પરંતુ એકંદર વધઘટે સારા શેરોમાં વધતાં ખરીદીના આકર્ષણ અને તેજીના અંડરટોનને ધ્યાનમાં લેતાં ઘટાડે સારા શેરોમાં રોકાણની તક મળી રહી છે. જે ઝડપી લેનારને મધ્યમ થી લાંબા ગાળે સારૂ વળતર મળી શકે એમ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.