Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

32
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૩૦.૭૧ સામે ૬૦૦૮૭.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૫૪.૯૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૭.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૯.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૩૦૦.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૮૨.૩૦ સામે ૧૭૭૫૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૧૪.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આજે સપ્તાહના ત્રીજા દિવસે વૈશ્વિક સંકેતોની પરવા કર્યા વગર ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. આજે રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, પાવર, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં ભારે લેવાલીથી સેન્સેક્સ સતત ૫માં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. આજે રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. પરિણામની મોસમ વચ્ચે સથાનિક શેરબજાર સવારે નીચે ગેપમાં ખુલ્યું હોવા છતાં બાદમાં ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૨.૭૯% ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેકનો, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાટા મોટર્સ, એસબીઆઈ અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.

બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ ૦.૯૬% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, એનટીપીસી, કોટક બેન્ક, બજાજ ફાઈનાન્સ, વિપ્રો, ટાટા સ્ટીલ અને સન ફાર્માનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ હિન્દાલ્કોના શેરમાં ૧.૧૩% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો અને એનટીપીસીનો સમાવેશ થાય છે.

ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે બે તરફી અફડાતફડીના અંતે રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, ઇન્ડસ્ટ્રીયલ અને એફએમસીજી શેરોમાં લેવાલીએ બીએસઈ સેન્સેક્સ ૧૬૯ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૯૮ લાખ કરોડ વધીને રૂ.૨૬૮.૦૦ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૭ અને વધનારની સંખ્યા ૧૮૪૯ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, બેંકિંગ ક્ષેત્રે અમેરિકા અને યુરોપની બેંકિંગ કટોકટીને લઈ સાવચેત રહેલા ખેલાડીઓ ભારતીય શેરબજારમાં બેંકિંગ શેરોની તેજી ગભરાટમાં ચૂકી ગયાનો વસવસો ઠાલવી રહ્યા હતા. વૈશ્વિક મોરચે હાલ અથડાતી બે-તરફી અનિશ્ચિત ચાલના પરિણામે પણ ઘર આંગણે બજારમાં બે-તરફી સાંકડી વધઘટના અંતે મામૂલી સુધારો જોવા મળી શકે છે. આગામી દિવસોમાં લોકલ ફંડોનું આકર્ષણ વધવાની શકયતા રહેશે. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ગત સપ્તાહમાં ફરી નેટ વેચવાલ બન્યા હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારમાં નરમાઈની ચાલ જોવાઈ હતી. હવે આવતી કાલે એફ એન્ડ ઓમાં એપ્રિલ વલણનો ગુરૂવારે અંત હોવાથી અને વધુ કોર્પોરેટ પરિણામો જાહેર થનાર હોઈ ઈન્ડેક્સ બેઝડ બજારમાં અફડાતફડી જરૂર જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના સ્થાપના દિવસ, આગામી ૧ લી મે થી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સમાપન સમારોહ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.