રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૮૯.૯૦ સામે ૫૭૭૭૩.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૦૮૪.૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૪.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૦.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૨૮.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૭૮.૧૫ સામે ૧૭૦૯૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૩.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૨૮.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં અમેરિકાના બેન્ક સંકટની ચિંતાએ વેચવાલી જોવા મળી હતી. મેટલ, આઈટી, ટેકનો અને બેન્ક શેરોમાં ભારે વેચવાલીથી શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. સપ્તાહની સરુઆત નોંધપાત્ર ઘટાડા સાથે થઇ હતી, જોકે નીચા મથાળે ફંડોની ફરી લેવાલીથી શેરબજારમાં થોડી રિકવરી જોવા મળી હતી અને દિવસની નીચી સપાટીથી સેન્સેક્સમાં સુધારો જોવાયો હતો. અમેરિકાના બેન્ક સંકટનોની ચિંતા, એશિયાના અન્ય બજારોમાં નરમાઈ, એફઆઈઆઈની વેચવાલી, ફેડની બેઠક અગાઉ રોકાણકારોના સાવધ વલણને કારણે શેરબજારમાં મંદી જોવા મળી હતી. આજે સૌથી વધુ બજાજ ફિનસર્વના શેરમાં ૪.૨૧% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દાલ્કો અને ટાટા સટીલનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય મોરચે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનની સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી તેમજ મેટલ, આઇટી, રિયલ્ટી, ટેક, ઇન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોના ભારે પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૫.૪૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૮૦ અને વધનારની સંખ્યા ૧૧૪૩ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકાના બેંકિંગ સંકટે વિશ્વને ફરી સ્તબ્ધ કરી દીધું છે. ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં વ્યાજ દરોમાં કરાયેલો તીવ્ર વધારો વિશ્વની બેંકિંગ, ફાઈનાન્શિયલ વ્યવસ્થાને ફરી અસ્થિરતામાં ધકેલી રહ્યો છે. અમેરિકામાં બેંકોને તાળા લાગવા સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે નવી કટોકટી, મોટી મંદીનું જોખમ ઊભું થયંહ છે. અત્યારે આ વિકસીત વિશ્વની તુલનાએ ભારતીય બજારો અને બેંકિંગ વ્યવસ્થા તુલનાત્મક વધુ સુરક્ષિત હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ અમેરિકા અને યુરોપની આ કટોકટી વધુ વકરવાના સંજોગોમાં ભારતીય સિસ્ટમ અને બજારોમાં પણ આ સંકટમાંથી બાકાત રહી શકશે નહીં. નવો વિદેશી રોકાણ પ્રવાહ વધુ રૂંધાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતીય બજારોમાં કરેકશનનો દોર ટૂંકાગાળા માટે આગળ વધતો જોવાશે. આ સાથે હવે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો અંત નજીક આવી રહ્યો હોઈ હાલ શેરોમાં મોટી ખરીદીથી દૂર રહી કરેકશનમાં ઘટાડામાં તબક્કા વાર સારા શેરોમાં રોકાણની તક ઝડપી શકાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.