Home વ્યાપાર જગત નિફ્ટી ફયુચર ૧૭૦૦૭ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૭૦૦૭ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

43
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૩.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૨૮.૯૫ સામે ૫૭૯૬૩.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૩૦.૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૩.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૦૭૪.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૨૮.૯૦ સામે ૧૭૦૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૫૨.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૧.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૬૦.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન અને એક્સિસ બેન્કની આગેવાનીમાં ભારે લેવાલીથી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત વૈશ્વિક બજારોના સુધારાને કારણે પણ આજે દિવસ દરમિયાન શેરબજારનો અંડરટોન મજબૂત જળવાઈ રહ્યો હતો જોકે, આજે મુખ્ય શેરોમાં પાવરગ્રીડ અને હિન્દુસ્તાન યૂનિલિવર અને ટેક મહિન્દ્રાના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરોમાં સૌથી વધુ ૩.૮૨% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો અને એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે. આજે દિવસ દરમિયાન કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ, એનર્જી અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.

ફુગાવાને અંકુશમાં લેવા જતાં અમેરિકા, યુરોપના દેશોની સેન્ટ્રલ બેંકોના ધિરાણને અત્યંત મોંઘું બનાવી દેતાં વ્યાજ દરોમાં ટૂંકાગાળામાં તીવ્ર વધારાએ વૈશ્વિક બેંકિંગ, ફાઈનાન્શિયલ ક્ષેત્રને અસાધારણ કટોકટીમાં ધકેલી દેવા સાથે માર્ચ મહિનામાં ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે શેરોમાં રોકાણ મૂલ્યમાં એક લાખ કરોડ ડોલરનું જંગી ધોવાણ થઈ ગયું છે. યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન છતાં આજે સ્થાનિક સ્તરે સાનુકુળ અહેવાલોએ બીએસઈ સેન્સેક્સ ૪૪૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૩૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૬ લાખ કરોડ વધીને રૂ.૨૫૬.૮૯ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક, એફએમસીજી, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૫ અને વધનારની સંખ્યા ૨૦૦૩ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકામાં કેટલીક બેન્કોએ નાદારી નોંધાવ્યા બાદ હવે સામાન્ય લોકોની પરેસવાની કમાણીની સુરક્ષા લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સામાન્ય જનતા પણ પોતાની બેન્કોમાં રહેલી બચતને લઇને ચિંતિત છે ત્યારે રાહતની વાત એ છે કે ભારતીય બેન્કોમાં જમા રકમ અમેરિકાની તુલનામાં વધુ સુરક્ષિત છે. ભારતીય બેન્કિંગ સેક્ટર કોરોના મહામારી બાદ ડિ-ગ્રોથ કરશે અને તેની અર્થતંત્ર પર મોટી અસર પડશે તેવા અહેવાલો હતા પરંતુ છેલ્લા બે વર્ષમાં આ સેક્ટરમાં ઝડપી ગ્રોથ રહ્યો છે એટલું જ નહિં બેન્કોની એનપીએ પણ ડબલ ડિજિટમાંથી ઘટીને અત્યારે માત્ર ૧-૪%સુધી જ સિમિત રહી ગઇ છે.

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીને ડામવા માટે સેન્ટ્રલ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલા વ્યાજદર વધારાની અસર ભારતીય બેન્કિંગ સેક્ટરને અસરકર્તા રહી નથી. બેન્કોમાં લોનની માંગ વધવા સામે ડિપોઝિટ્સનું પ્રમાણ પણ વ્યાજ વધારાના કારણે વધી રહ્યું છે. ભારતીય બેન્કોમાં સૌથી ઓછા ફોરેન ક્લેમ – અન્ય મોટી દેશોની તુલનાએ ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં સૌથી ઓછા ફોરેન ક્લેમ્સ છે. એટલે કે સંકટ વધવા પર અહીંની બેન્કોમાંથી સૌથી ઓછી રકમ વિદેશ જશે. ભારતીય બેન્કોમાં ઘરેલુ દાવાની તુલનાએ વિદેશી દાવાઓનો ગુણોત્તર સૌથી ઓછો છે. જે દર્શાવે છે કે આપણી બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સિસ્ટમ વધુ શિસ્તબદ્ધ છે.

Previous articleનિફ્ટી ફયુચર ૧૬૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleનિફ્ટી ફયુચર ૧૭૦૦૭ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.