Home ગુજરાત ગાંધીનગર નિગમ દ્વારા હોળી તથા ધૂળેટીના તહેવારો દરમ્યાન એક્સ્ટ્રા સંચાલન બાબતની અખબારી યાદી

નિગમ દ્વારા હોળી તથા ધૂળેટીના તહેવારો દરમ્યાન એક્સ્ટ્રા સંચાલન બાબતની અખબારી યાદી

13
0

“એક્સ્ટ્રા બસોના સંચાલન થકી રાજ્યના છેવાડાના જિલ્લાના નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં પોતાના માદરે વતન જવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથેની સરકારી બસો ઉપલબ્ધ કરાવી તહેવારો દરમિયાન મોંઘી ખાનગી મુસાફરીના મારથી રાજ્ય સરકાર રાહત અપાવશે” – વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી

(જી.એન.એસ),તા.૧૫

ગાંધીનગર,

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબે પ્રગતિના પાયારૂપ બાબતોમાં અધ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાની આધારશીલા ગણાવી છે.

રાજ્યના મૃદુ તથા મક્કમ માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વમાં રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ અને એસ.ટી.નિગમ રાજ્યના છેવાડાના માનવીને અસરકારક અને સસ્તી જાહેર પરિવહનની સેવાઓ પુરી પાડે છે.

રાજ્યના યુવાન અને ઉત્સાહી વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ એસ.ટી.નિગમ દ્વારા હોળી અને ઘુળેટીનું સુદ્રઢ આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસોના કાફલાથી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ પરિવાહનની સેવાઓ પુરી પાડે છે.

નિગમ વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પડે છે.

રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓ માથી મજૂર વર્ગ નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન-જાવન કરે છે.

ઉપરાંત નોકરી/ધંધા અર્થે વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી/ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે.

ગત વર્ષે ૧૨૦૦ બસો દ્વારા ૪૫૧૬ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ.

ઉપરાંત ડાકોર અને ફૂલડોલ ઉત્સવ માટે ૪૨૫ બસો દ્વારા ૩૫૧૮ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ.

ચાલુ વર્ષે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૫00 જેટલી બસો વડે ૭૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે.

ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૫૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે.

તાજેતરમાં સુરત ખાતેથી ૧૦૧, વડોદરા ખાતેથી ૧૦૦, કલોલ ખાતેથી ૨૫ તેમજ નડાબેટ ખાતેથી ૧૦૦ મળી કુલ ૩૨૬ નવીન લોકાર્પિત કરેલ બસો સદર એક્સ્ટ્રા સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે.

નિગમ દ્વારા આ સંચાલન તા-૧૯/૦૩/૨૦૨૪ થી તા-૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન કરવામાં આવશે જે બાબતે નિગમના સક્ષમ સત્તાધિકારીશ્રીઓ દ્વારા તમામ જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓના વડાશ્રીઓ સાથે તા-૧૨/૦૩/૨૦૨૪ ના રોજ ખાસ મીટીંગ યોજી જે અંગેના એક્સ્ટ્રા સંચાલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.

નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વીસોનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે.

તથા મુસાફરોને સંચાલન સબંધેની પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. જેનો મુસાફર જનતા દ્વારા લાભ લેવા વિનંતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી આગામી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે:- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતા વિવિધ વિકાસ કામો માટે ૧૦૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા