Home દેશ - NATIONAL નવ ગોળીઓથી ઘાયલ સીઆરપીએફના કમાન્ડર ચેતન ચીતા ફરી દેશસેવામાં

નવ ગોળીઓથી ઘાયલ સીઆરપીએફના કમાન્ડર ચેતન ચીતા ફરી દેશસેવામાં

583
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.20
આતંકીઓ સામે બાથ ભીડતા અંદાજે એક વર્ષ પહેલાં 9 ગોળીઓ લાગવાથી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ સીઆરપીએફ કમાંડેંટ ચેતન ચીતા ડ્યુટી પર પાછા ફરી ગયા છે. મોતના મોંમાંથી બહાર નીકળેલ ચેતનકુમાર ચીતા ફરીથી ડ્યુટી પર એક્ટિવ થયા તે કોઇ ચમત્કારથી કમ નથી. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની સાથે એનકાઉન્ટરમાં તેમને 9 ગોળીઓ લાગી હતી. ગયા વર્ષે 15મી ઑગસ્ટના રોજ શાંતિકાળનો બીજો સૌથી મોટો ગેલેન્ટ્રી ઍવૉર્ડ કીર્તિ ચક્ર પ્રાપ્ત કરનાર ચીતાએ સીઆરપીએફના નિર્દેશાલયમાં જૉઇન કર્યું છે. હાલ તેઓ પોસ્ટિંગની રાહ જોઇ રહ્યાં છે.
અધિકારીઓનું કહેવું છે કે ચીતા પહેલાંની જેમ સંપૂર્ણપણે ફીટ નથી, આથી તેમને મોર્ચા પર તૈનાત કરી શકાશે નહીં. સીઆરપીએફની તરફથી તેમને ઓફિસ સાથે જોડાયેલ કામ આપવાની વિચારણા કરાઇ રહી છે. તેમના પત્ની ઉમા સિંહે જણાવ્યું કે તેમની સ્વાસ્થ્ય સાથે જોડાયેલ હજુ પણ કેટલીક સમસ્યાઓ બાકી છે. જેને ખત્મ થવામાં સમય લાગશે. પરંતુ તેઓ પાછા ડ્યુટી જોઇન કરીને ખૂબ ખુશ છે અને મોર્ચા પર તૈનાય થવાની લઇને પણ ઉત્સાહિત છે.
ચીતાના જજ્બાનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે લાંબા સમય સુધી એમ્સ હોસ્પિટલમાં રહ્યા બાદ ડિસ્ચાર્જ થતાંની સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ કોબરા બટાલિયનમાં સામેલ થવા માંગે છે. આપને જણાવી દઇએ કે સીઆરપીએફની કોબરા બટાલિયન નકસલી ઓપરેશન્સમાં લોહા મનાય છે. અધિકારીઓએ કહ્યું કે ઘાયલ અધિકારીને પહેલાંની જેમ સામાન્ય થવામાં હજુ પણ એક વર્ષમો સમય લાગી શકે છે, પરંતુ દેશ સેવાનો તેમનો જજ્બો યુવાઓના પ્રભાવિત કરનાર છે. અર્ધસૈનિક બળો અને સેનામાં ભરતી થવાની ઇચ્છા ધરાવતા યુવાનોએ તેમની પાસેથી શીખવું જોઇએ.
ગયા વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ સાથે અથડામણમાં ચીતા ગંભીર રીતે ઘાયલ થયા હતા પરંતુ જિંદગી સામે હાર માની નહીં. સીઆરપીએફની 45મી બટાલિયનમાં કમાંડિંગ ઓફિસર તરીકે તૈનાત ચેતન ચીતાને 9 ગોળીઓ લાગી હતી. તેના લીધે તેમના મગજ, આંખ, પેટ, બંને ખભા, હાથ, હિપ્સ પર ઇજાઓ થઇ હતી. અંદાજે દોઢ મહિના કોમામાં રહ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા હતા. 9 ગોળીઓ લાગી અને કોમામાં રહ્યા બાદ તેમની આ રીતે વાપસી કોઇ કરિશ્માથી કમ કહી શકાય નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેટા લીક મામલે ફેસબુકને ઝટકો, એક જ દિવસમાં 2 લાખ કરોડનું નુકસાન
Next articleજળવાયુ પરિવર્તનથી સૌથી વધારે નુકશાન ભારતને: રિપોર્ટ