(જી.એન.એસ.)બેઈઝીંગ .તાં.૧
નવા વર્ષની શરૂઆતમાં જ કિમ જોંગની જેમ ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગે પણ પોતાના ગુણલા ગાવાના શરૂ કરી દીધા છે. શી જિનપિંગે પણ એવું કહી દીધું છે કે, નવા વર્ષમાં તમામ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર માત્ર ચીનનું જ ચાલશે અને અમે પોતાની વન બેલ્ટ વન રોડ અભિયાનને ઝડપથી આગળ વધારીશું.
જિનપિંગે કહ્યું કે, ચીન સંયુક્ત રાષ્ટ્રમાં પણ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરશે અને આંતરરાષ્ટ્રીય દાયિત્વોને સક્રિયતાપૂર્વક નિભાવશે. ચીન જલવાયુ પરિવર્તન સામે લડવા માટે પોતાના સંકલ્પો પર દઢતાથી કામ કરશે અને વિશ્વશાંતિ માટે પણ મહત્વની ભૂમિકા ઉભી કરશે.
વિશ્વ વિકાસ અને આંતરરાષ્ટ્રીય માનકોનું ચીન ખાસ ધ્યાન રાખશે તેવું પણ જિનપિંગે કહ્યું છે. બીજા કાર્યકાળમાં પહેલી વાર નવવર્ષ પર દેશવાસીઓને ટેલિવિઝન પરથી સંબોધન કરતા જિનપિંગે કહ્યું હતું કે, ‘એક જવાબદાર દેશ હોવાના કારણે ચીને ઘણબધુ કહેવાનું છે. ચીન હંમેશા દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા અને આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષામાં પોતાનું યોગદાન આપતો રહેશે.’
ચીન હાલમાં OBOR દ્વારા આખી દુનિયામાં પોતાનો પ્રભાવ વધારવાની રણનીતિને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ચીનના રોડ, રેલ અને બંદરો દ્વારા ઘણા દેશોને જોડવાની યોજના બનાવી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.