Home મનોરંજન - Entertainment નવા વર્ષની શરુઆતની સાથે ઘણી વેબ સિરીઝ અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ...

નવા વર્ષની શરુઆતની સાથે ઘણી વેબ સિરીઝ અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

27
0

(જી.એન.એસ),તા.૦૧

નવા વર્ષની શરુઆતની સાથે 2024માં, ઈન્ડિયન પોલીસ ફોર્સ, કિલર સૂપ અને કર્મા કોલિંગ સહિતની ઘણી વેબ સિરીઝ અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો ગ્યોંગસેઓંગ ક્રીચર સેકન્ડ પાર્ટ અને ફૂલ મી વન્સ જેવા શોની રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે જાન્યુઆરી આવી ગઈ છે, અમે તમારા માટે વેબ સિરીઝની યાદી લાવ્યા છીએ જે તમે આ મહિને જોઈ શકો છો.

૧) ઈન્ડિયન પોલીસ ફોર્સ : આ વેબ સિરીઝ રોહિત શેટ્ટી અને સુશાંત પ્રકાશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. સાત એપિસોડની એક્શનથી ભરપૂર સિરીઝ ભારતીય પોલીસ અધિકારીઓની સ્ટોરી દર્શાવે છે. આમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. ભારતીય પોલીસ દળમાં શ્વેતા તિવારી, નિકિતિન ધીર, ઋતુરાજ સિંહ, મુકેશ ઋષિ અને લલિત પરિમુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સીરિઝ 19 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે, ૨) કિલર સૂપ : આ ક્રાઈમ સિરીઝ નેટફ્લિક્સ પર 11 જાન્યુઆરીએ રિલીઝ થશે. કિલર સૂપમાં મનોજ બાજપેયી અને કોંકણા સેનશર્મા લીડ રોલમાં છે. અભિષેક ચૌબેના નિર્દેશનમાં બનેલી આ સિરીઝ તમને એક અલગ જ અંદાજમાં જોવા મળશે,

૩) ફૂલ મી વન્સ : આ નેટફ્લિક્સ માટે ક્વે સ્ટ્રીટ પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવેલી આઠ-એપિસોડની સિરીઝ છે. તે ડેની બ્રોકલહર્સ્ટની 2016ની હાર્લાન કોબેન નોવેલમાંથી લેવામાં આવી છે . આ શ્રેણીમાં તમે મિશેલ કીગન, રિચર્ડ આર્મિટેજ, અદીલ અખ્તર, એમ્મેટ જે સ્કેનલાન અને જોના લુમલીને જોવાનાને સાથે જોઈ શકશો, ૪) ગ્યોંગસેઓંગ ક્રીચર : પ્રથમ સિઝનને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. જ્યારે ભાગ 1 22 ડિસેમ્બર, 2023 ના રોજ સાત એપિસોડ સાથે રિલીઝ કરવામાં આવ્યો હતો. બાકીના ત્રણ એપિસોડ સાથેનો ભાગ 2 5 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. આ વેબ સિરીઝનું નિર્દેશન ચુંગ ડોંગ-યુન અને રોહ યંગ દ્વારા કરવામાં આવ્યું છે, અને ૫) બોય સ્વૈલોજ યુનિવર્સ : ટ્રેન્ટ ડાલ્ટનની આજ નામની ઓટોબાયોગ્રાફિકલ નવલકથા પર આધારિત આ સિરીઝ છે. જ્હોન કોલી દ્વારા લખાયેલ, આ વાર્તા એક કામદાર વર્ગના યુવાન, એલી બેલની છે, જે તેની માતાને જોખમમાંથી બચાવવા બ્રિસ્બેનના અંડરવર્લ્ડમાં પ્રવેશ કરે છે. આ શોમાં ટ્રેવિસ ફિમેલ, સિમોન બેકર, ફોબી ટોંકિન અને ફેલિક્સ કેમરોન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાન ખાને બિગ બોસ 17’ની સિઝનમાં ડબલ ઇવિક્શનની જાહેરાત કરી
Next articleભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા માન. પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતમાં ૨૦૨૪ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક રાયસણ ખાતે યોજાઈ