(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરીયા) તા.18
કોંગ્રેસી બળવાખોર અને હાલ ભાજપનાના બાયડ વિધાનસભાના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સરકારના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ધવલસિંહ ઝાલા એપોલો એન્જીનીયરીંગ કોલેજના મલિક છે. અને એ કોલેજ ગેરકાયદેસર હોવા છતાં ધમધમી રહી છે. પરંતુ કોલેજ ગેરકાયદેસર હોવા છતાં ધવલસિંહના બચાવમાં ટેલિફોનિક માધ્યમથી RTI એક્ટિવિસ્ટને મંત્રીઓ દ્વારા ધમકીઓ અપાવી રહ્યા છે. આ કેવો નિયમ પહેલાં ચોરી પછી સીના જોરી…!
વિજય રૂપાણી તમામ સંસ્થાઓને કાયદેસર થવા માટે સૂચના આપી રહ્યા છે તો કેમ ધવલસિંહ ઝાલાને આ બાબતે કોઈ સૂચના ન આપવામાં આવી. કારણ કે આ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો તેમના ભવિષ્યની ચિંતા કેમ સરકાર નથી કરી રહી.? સુરત શહેરમાં બનેલી આગની ઘટનાથી સમગ્ર ગુજરાત એક ,દહશત માં આવી ગયું હતું. અને ત્યારે 20 થી વધારે વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો.
અપોલો એન્જીનીયરીંગ કોલેજ પાસે નથી BU પરમીશન, નથી ફાયર સેફટી, અને નથી કોલેજ ચાલવાની પરમીશન. તેમ છતાં આજ દિન સુધી અપોલો ઇન્સ્ટિટ્યૂટ ધમ ધમી રહી છે. કોના ઈશારે આ કોલેજ ચાલી રહી છે..? આ કોલેજમાં એક પણ પ્રોફેસર લાયકાત ધરાવતો નથી બધાજ પ્રોફેસર શૂન્ય હોય તેવી માહિતી પણ RTI દ્વારા માગેલ છે. જે પ્રોફેસર પાસે શિક્ષણની લાયકાત નથી તે અપોલો એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓને શુ ભણાવતા હશે..? તે એક મોટો સવાલ છે. કારણ કે આ કોલેજમાં પ્રોફેસર કક્ષાનો સ્ટાફ નથી. જેમાં AICTE નો નિયમ છે કે કોલેજ ચલાવવા માટે 4 આસીસ્ટન્ટ પ્રોફેસર, 2 એસસોસિયેટ પ્રોફેસર અને એક PHD કરેલ પ્રોફેસર હોવો જોઈએ તે આ ધવલસિંહ ઝાલાની અપોલો એન્જીનીયરીંગ કોલેજમાં નથી…! તો કેવી રીતે ચાલતી હશે શિક્ષણ લેવાની પ્રક્રિયા….? ત્યારે ટેક્નિકલ કમિશનર પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. આ મામલે AICTE એ પણ કોલેજને મંજૂરી આપી નથી. ત્યારે હવે એવું કહી શકાય કે ધવલસિંહ ઝાલા સરકારના નિયમોની એસી કી તૈસી કરી રહ્યા છે અને નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
અપોલો એન્જીનીયરીંગ વિશે એવું લાગી રહ્યું છે કે આ સરકાર હવે કોઈ મોટી ઘટના વિધાર્થીઓ સાથે થાય તેવી ઈચ્છી રહી છે..? 27 ઓગસ્ટના રોજ મુદત હોવા છતાં ધવલસિંહ ઝાલા હાજર ન રહ્યા અને તેમને પોતાના માણસને મોકલી દીધો ત્યારે હવે 5 નવેમ્બરે મુદત પડી છે.
RTI એટલે કે કોઈ પણ વ્યક્તિ સાચી માહિતી સરકારી કચેરી માંથી લઈ શકશે. પરંતુ અહીંયાતો કંઈક ઊંધું જ દેખાઈ રહ્યું છે.અમદાવાદના RTI એક્ટિવિસ્ટ જગદીશ પટેલે કોર્ટ સમક્ષ તમામ પુરાવા ધવલસિંહ ઝાલા વિરુદ્ધ મુક્યા હતા.હવે જોવાનું એ છે કે બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો આ ગેરકાયદેસર અપોલો એન્જીનીયરીંગ કોલેજ કાયદેસર થઈ જશે..? કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે..?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.