Home ગુજરાત દેશ મંદીના ભરડામાં: બેરોજગારી, મોંઘવારી આસમાને ઉપાય શું…?!

દેશ મંદીના ભરડામાં: બેરોજગારી, મોંઘવારી આસમાને ઉપાય શું…?!

1122
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
દેશનો જીડીપી પાંચ ટકા એ આવી ગયો છે. દેશમાં બેરોજગારી સૌથી ઊંચા સ્તર પર પહોંચી છે. જે વધતી વધતી આસમાનને ચડી જાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. મોટા મોટા ઉદ્યોગો અને રિયલ એસ્ટેટ સૌથી ખરાબ સ્થિતિએ પહોંચી ગયા છે. ઉત્પાદન અને સ્ટેટ નિર્માણમાં ઉત્પાદનો અટકી ગયા છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા બજારને પણ મંદીએ પોતાના ભરડામાં લઈ લીધા છે અને આ બધાની પાછળ નું કારણ છે નોટ બંધી અને જીએસટી આમ છતાં સરકારમાં બેઠેલાઓને મંદી દૂર કરવાનું કે મોંઘવારી ઘટાડવાનો, બેરોજગારી ઘટાડવાનો કે નવી રોજગારી ઊભી કરવાનો રસ્તો દેખાતો નથી કે મળતો નથી….!! પરંતુ એક સત્ય હકીકત એ છે કે દેશભરમાં નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને લાખો લોકોની રોજગારી જતી રહી છે તો ઓટો ખરીદી બંધ થતા તેની અસર પણ મોટી થઇ છે અને આ ક્ષેત્રમાંથી હજારો લોકોએ રોજગારી ગુમાવી છે….! તો એ જ હાલત રીયલ એસ્ટેટની થઈ છે ખરીદનાર મળતા નથી એટલે ઉભા કરેલ કે નવનિર્મિત થતા બિલ્ડિંગોના કામ તો અટકી જ ગયા છે… તો તૈયાર ફ્લેટ, મકાનો ખરીદનાર મળતા જ નથી….!! પરિણામે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધાને ભયંકર અસર થવા પામી છે. આવા ક્ષેત્રમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોએ ઉચાળા ભરવા પડ્યા છે અને પોતાના વતન તરફ રવાના થઇ ગયા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે લોકોને અન્ય બાબતો તરફ વાળવા અનેક પ્રચાર-પ્રસાર માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી શું ફાયદો થશે….? પ્રજા પણ હવે સમજી ગઈ છે અને આવા પ્રચાર-પ્રસાર જોવાનું તેમજ સાભળવાનુ બંધ કરી દીધું છે….!! અપવાદરૂપ થોડી આંગળીના વેઢે ગણાય તેવા સત્ય અને વિશ્વસનિય પ્રસાર-પ્રચાર માધ્યમો તરફ લોકો વળી ગયા છે… ત્યારે સવાલ એ ઉઠે છે કે શું કેન્દ્ર સરકાર મંદીને રોકવા સાથે મોંઘવારી ને રોકી શકશે ખરી….??
દેશમાં ખાસ કરીને ગુજરાતમાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીની મોટી અસર થતા હજારો કારખાના એકમો બંધ થઈ ગયા છે….!! ઉપરાંત આ બંને ક્ષેત્રના બજારોએ પડદા લટકાવી દીધા છે જેમાં વિવિધ લખાણો જોવા મળે છે “જેવા કે મંદીની અસર હોવાથી ઘરાકી નથી તો લેણદારોએ નાણા માટે દબાણ કરવું નહીં” તો અન્યમાં લખાણ છે રૂપિયા 10,000 નું કામ કરનારને ત્રણ હપ્તે નાણા મળશે.” તો અન્યમા લખ્યું છે “બને ત્યાં સુધી ખોટા ખર્ચા ન કરો અને પૈસા બચાવો તથા આવકની સામે કરકસર કરો કારણ મંદી ક્યારે દુર થશે તે કહી શકાય તેમ નથી” આવા લખાણવાળા પડદા મોટા શહેરોમાં ખાસ કરીને સુરતમાં સૌથી વધુ જોવા મળે છે પછી નંબર આવે છે અમદાવાદનો. આ અમદાવાદના બાપુનગરમાં સૌથી વધુ હીરાના કારખાના છે તો સુરતમાં પણ છે અહીં અનેક કારખાના બંધ થતા રત્ન કલાકારો પોતાના વતન તરફ રવાના થઇ ગયા છે…..!! મોટા હીરા કારખાનેદારોએ રત્નકલાકારોને છુટા કરી દીધા છે તો ટેક્સટાઇલ ને લગતા અનેક નાના-મોટા એકમો બંધ થતાં તેના કારીગરોને પણ રોજગારી ગુમાવી પડી છે. જેમાં મોટા ભાગે પર પ્રાતિઓ કામ કરે છે જ્યારે સ્થાનિક કારીગરો ઓછા પ્રમાણમા છે તેઓ પોતાના વતન જતા રહ્યા છે….! તો આ હિસાબે દેશભરમાં કેટલા બેરોજગાર થયા હશે….?
સરકારે મંદી અટકાવવા કેટલાક પગલા લીધા અને તે માટે જાલન સમિતિની ભલામણ અનુસાર રૂ. 1. 76 કરોડ સરકારને મળશે. પરંતુ સરકાર મોટાભાગે મોટા ઉદ્યોગોને લોન આપશે તેમજ મોટી-મોટી ખર્ચાળ યોજનાઓમાં નાણા વાપરશે…. તો તેનાથી મંદી કે મોંઘવારી ઘટવાની નથી, કે નથી બેરોજગારી ઘટવાની. એ તો ઠીક પરંતુ બેરોજગારોની સંખ્યામાં વધારો થશે તે નિશ્ચિત છે….!! ત્યારે સરકારે નાના ઉદ્યોગો, મનરેગા, મજૂર વર્ગ, ખેડૂતો, મધ્યમવર્ગ માટેની યોજનાઓમા વધુ નાણાં આપવા જોઈએ…. તો મંદી દૂર થાય- રોજગારી વધે અને મંદી ઘટે તેમજ બજારમાં નાણા ફરતા થાય બાકીતો… તો…. તો….!? (ક્રમશઃ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGNS Newsના પત્રકારને ધમકી આપનાર ઢોંગી “ઢબુંડી”ના સેવક પ્રવિણ પરમાર સામે FIR
Next articleGNS Breaking : ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ના ટ્રસ્ટનું બેન્ક એકાઉંટ સીઝ થયું, ક્યાંથી આવ્યા 62 લાખ…..!!?