Home ગુજરાત GNS Newsના પત્રકારને ધમકી આપનાર ઢોંગી “ઢબુંડી”ના સેવક પ્રવિણ પરમાર સામે FIR

GNS Newsના પત્રકારને ધમકી આપનાર ઢોંગી “ઢબુંડી”ના સેવક પ્રવિણ પરમાર સામે FIR

906
0

(જી.એન.એસ., કાર્તિક જાની), તા.30
છેલ્લા કેટલાક સમયથી લોકોને શ્રધ્ધાના નામે મૂર્ખ બનાવતો ઢબુડી ઉર્ફે ધનજી ઓડ આજે મીડિયા સમક્ષ બેનકાબ થઈ ગયો છે. ત્યારે પોતાના અંગત સેવક પ્રવીણ પરમાર દ્વારા હવે પત્રકારને ધમકી આપી રહ્યો છે. ચોથા સ્થંભ સમાન મીડિયાને ધમકી આપનાર ઢોંગી ધનજી અને તેના સેવક પ્રવિણ પરમાર વિરૃદ્ધ GNS Newsના સિનીયર પત્રકાર કાર્તિક જાની દ્વારા ગાંધીનગર ના પેથાપુર પોલીસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે. અને ધનજી અને તેના સેવકોની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આપી રહ્યો છે. હવે સવાલ એ છે કે ધમકી આપી ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સાબિત શુ કરવા માંગે છે…? જ્યારે GNS મીડિયાએ ઘણા સમય મેહનત કરી સમાજ સમક્ષ એનો ચહેરો ખુલ્લો પાડયો ત્યારે હવે એ પત્રકાર ને ધમકી આપતો થઈ ગયો છે.
ઢબુડી ઉર્ફે ધનજી ઓડનો અંગત સેવક પ્રવીણ પરમાર ઘણા સમયથી ગુન્હાહિત પ્રવૃત્તિ માં જુડાયેલો છે અને જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. એટલે કહી શકાય કે જો ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે કોઈ બોલે તો પરદા પાછળ રહી ધનજી ઓડ પ્રવીણ પરમારને સામે રાખી ધાક ધમકી તેમજ ગુન્હાહિત પ્રવૃત્તિ કરાવે છે. આ ધનજી ઓડ આટલા વર્ષથી લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે.અને ધનજી ઓડ લોકોને ધમકાવી પોતાને સાચો છે એવું સાબિત કરવા પ્રયાસ કરી રહ્યો છે.
એક પત્રકાર ને ધમકી આપતો ઓડિયો ગઇકાલે તમામ મીડિયામાં રિલીઝ થયો હતો જેમાં સ્પષ્ટ રૂપ થી સંભળાઈ રહ્યું છે કે તમે જેટલો મને ઉછાડશો હું એટલો જ ઉછડીશ. પરંતુ આ ઓડિયોને લઈ હવે ગુજરાત પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે પછી ઢબુંડીના ચરણ સ્પર્શ કરવા જશે. આ વાત ને લાઇ છેલ્લા ઘણા સમય થી વિજ્ઞનાન જાથા ઢબુડી માં ઉર્ફે ધનજી ની હકીકત સમાજ સમક્ષ લાવવામાં રાતદિવસ મેહનત કર રહ્યા છે એને પણ ધનજી ના સેવકોએ ખોટું પાડવામાં કોઈ કસર છોડી નથી. હવે સવાલ એ છે કે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો ધનજી નો અંગત સેવક પ્રવીણ પરમાર પર પોલીસ ક્યારે પગલાં ભરશે. કે પછી સચ્ચાઈ સમાજ સામે લાવવાની કિંમત શુ પત્રકારને પોતાની જાન આપી ને ચુકવવી પડશે કે કેમ….?:

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું “ભણશે ગુજરાત”…..? સરકારી શાળાઓ મર્જ કરી ઘટાડવાનું અભિયાન……!?
Next articleદેશ મંદીના ભરડામાં: બેરોજગારી, મોંઘવારી આસમાને ઉપાય શું…?!