Home દુનિયા - WORLD દુનિયામાં ૨૦૩૫ સુધીમાં સૌધી વધુ મુસ્લિમ બાળકો જન્મ લેશેઃ રિસર્ચ

દુનિયામાં ૨૦૩૫ સુધીમાં સૌધી વધુ મુસ્લિમ બાળકો જન્મ લેશેઃ રિસર્ચ

429
0

(જી.એન.એસ), તા.૬ નવી દિલ્હી.
નવા રિસર્ચ મુજબ આવનારા વર્ષોમાં મુસ્લિમ મહિલાઓ સૌથી વધુ બાળકોને જન્મ આપશે. અમેરિકન રિસર્ચ કંપની પ્યૂ રિસર્ચ સેન્ટર મુજબ બાળકોને જન્મ આપવાના મામલામાં આગામી 20 વર્ષોમાં મુસ્લિમ મહિલાઓ પહેલા સ્થાન પર હશે. અનેક વર્ષો સુધી કોઈપણ અન્ય ધર્મની તુલનામાં ખ્રિસ્તી પરિવારોની અંદર સૌથી વધુ બાળકોનો જન્મ થતો હતો પરંતુ હવે સ્થિતિ બદલવા જઈ રહી છે. 2035 સુધી આ મામલામાં મુસ્લિમ સૌથી આગળ હોઈ શકે છે. પ્યૂ રિસર્ચ સેન્ટરની વસતીના અનુમાનો મુજબ, 20 વર્ષોની અંદર મુસ્લિમ મહિલાઓ ખ્રિસ્તી મહિલાઓથી વધુ બાળકોને જન્મ આપશે.
તેની પાછળનું સ્પષ્ટ કારણ દેખાઈ રહ્યું છે. હાલના વર્ષોમાં વિશ્વમાં નોંધાતા કુલ મૃત્યુ આંકડાઓમાં મોટો ભાગ ખ્રિસ્તીઓનો રહ્યો અને આવનારા વર્ષોમાં પણ આ દર ચાલુ રહેવાની સંભાવના છે કારણ કે ખ્રિસ્તી વસતીનો મોટો ભાગ ઉંમરલાયક છે. તેનાથી ઉલટું મુસ્લિમની વસતીનો મોટો ભાગ યુવા છે. એવામાં મુસ્લિમોનો બાળક જન્મ આપવાનો દર વધુ રહેવાની શક્યતા નકારી ન શકાય.
બુધવારે જાહેર થયેલા એક રિપોર્ટમાં આવનારા સમયમાં દુનિયાભરમાં ધર્મો સાથે સંકળાયેલા સંભવિત આંકડાઓની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ, 2030થી 2035ની વચ્ચે મુસ્લિમો દ્વારા જન્મનારા બાળકોની સંખ્યા 22.5 કરોડ, ખ્રિસ્તીઓ દ્વારા જન્મનારા બાળોક 22.4 કરોડની સંખ્યાને પાર કરી જશે. જોકે ત્યારે પણ મુસ્લિમો કરતા ખ્રિસ્તીઓની વસતી દુનિયાભરમાં વધુ રહેશે.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 2055થી 2060ના સમયગાળામાં આ અંતર વધશે. આ દરમિયાન મુસ્લિમો દ્વારા જન્મનારા બાળકોની સંખ્યા સંભવતઃ 23. કરોડ અને ખ્રિસ્તીઓ દ્વારા જન્મનારા બાળકોની સંખ્યા લગભગ 22.6 કરોડ રહેવાનું અનુમાન છે. પ્યૂ રિસર્ચ સેન્ટરે 2015માં આવનારા દાયકાઓમાં મુસ્લમોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિનું અનુમાન રજૂ કર્યું હતું. બુધવારે પ્યૂએ કહ્યું કે આવું થતું હોવાનું લાગી પણ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય કેબિનેટમાં ફેરફારના સંકેત, વસુંધરા રાજે બની શકે છે વિદેશ પ્રધાન
Next articleસુબ્રોતો રોયને વધુ સમય આપવાનો સુપ્રિમનો ઇનકાર, નાણાં નહી જમા કરવાતા સહારાની એમ્બી વેલીની થશે હરાજી