Home દેશ - NATIONAL સુબ્રોતો રોયને વધુ સમય આપવાનો સુપ્રિમનો ઇનકાર, નાણાં નહી જમા કરવાતા સહારાની...

સુબ્રોતો રોયને વધુ સમય આપવાનો સુપ્રિમનો ઇનકાર, નાણાં નહી જમા કરવાતા સહારાની એમ્બી વેલીની થશે હરાજી

320
0

(જી.એન.એસ), તા.૬ નવી દિલ્હીઃ
સુપ્રીમ કોર્ટે સેબી-સહારા કેસમાં સુબ્રત રોયને નાણાં જમા કરવા માટે વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ જણાવી દીધું કે નક્કી સમયમાં નાણાં જમા કરવામાં નહિ આવે તો એમ્બી વેલી પ્રોજેક્ટની હરાજી કરી દેવામાં આવશે. કોર્ટે જણાવ્યું છે કે પહેલા પણ ઘણો સમય આપવામાં આવ્યો છે. હવે નાણાં જમા કરવાની તારીખ નહિ વધારવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુબ્રત રોયે સેબી-સહારા ખાતામાં 13 એપ્રિલ સુધીમાં રૂ.5092 કરોડ જમા કરવાના છે. આ કેસની આગામી સુનાવણી 17 એપ્રિલે થશે. પ્રોસેસ ચાલી રહી છે. થોડો વધુ
ઉલ્લેખપાત્ર છે કે સુબ્રત રોયે કોર્ટને અપીલ કરી હતી કે તેમની પ્રોપર્ટી વેચવાની પ્રક્રિયા ચાલુ છે તેથી થોડો વધુ સમય જોઇએ. સહારાએ કોર્ટને પોતાની 15 પ્રોપર્ટીઝની યાદી સોંપી હતી સહારાએ કોર્ટને પોતાની 15 પ્રોપર્ટીઝની યાદી સોંપી હતી. 28 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે તેમાંથી 13 પ્રોપર્ટીઝ વેચવાની મંજૂરી આપી હતી. આ સાથે સુબ્રત રોયની પેરોલ 17 એપ્રિલ સુધી વધારી હતી. સુપ્રીમ કોર્ટે ગઇ સુનાવણી વખતે કહ્યું હતું કે સેબી-સહારામાં પહેલા રૂ.5092 કરોડ જમા કરો તે પછી આ કેસમાં આગળ સુનાવણી થશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, `અમે અવગણના કરનારા (સુબ્રત રોય)ને પ્રોપર્ટીઝ વેચવાની પરવાનગી આપીએ છીએ. પછી તે 13 પ્રોપર્ટી વેચવાની હોય કે અન્ય, પણ અમે છ મહિના ન આપી શકીએ જોકે,ે કોર્ટની બેન્ચે સહારાને ફોર્સ-વન ફોર્મ્યુલા રેસ ટીમમાં પોતાની હિસ્સેદારી વેચવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આની પહેલા 6 ફેબ્રુઆરીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપની પૂણેમાં લોનાવાલામાં આવેલી એમ્બી વેલીને જપ્ત કરવાનો ઓર્ડર આપ્યો હતો. એક અંદાજ અનુસાર, એમ્બી વેલીની કિંમત આશરે. એક અંદાજ અનુસાર, એમ્બી વેલીની કિંમત આશરે રૂ.39,000 કરોડ છે.
આ દેશની પ્રથમ લક્ઝરી પ્લાન્ડ હિલ સિટી છે. અહીં બનેલા એક-એક વિલાની કિંમત 30થી 40 કરોડ રૂપિયા છે. આ લોનાવાલાથી 23 કિલોમીટર દૂર છે. તેમાં ત્રણ મેનમેઇડ લેક છે કુલ 11 વોટર બોડીઝ છે. આ ઉપરાંત અહીં ગોલ્ફ કોર્સ, સ્પેનિસ કોટેજ, ઇન્ટરનેશનલ સ્કૂલ, પ્લે ગ્રાઉન્ડ, ફોર્ચ્યુન ફાઉન્ટેન છે. અહીં વોટર સ્પોર્ટસ અને સ્કાય ડાઇવિંગ જેવી ફેસિલિટીઝ પણ છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદુનિયામાં ૨૦૩૫ સુધીમાં સૌધી વધુ મુસ્લિમ બાળકો જન્મ લેશેઃ રિસર્ચ
Next articleઅંગૂરી ભાભી બાદ અનિતા ભાભી પણ છોડશે ભાબીજી ઘર પે હૈ