Home ગુજરાત ગાંધીનગર દિવ્યાંગ મતદારોને કાર્યક્રમ થકી મતદાન કરવામાં સુગમતા રહે તે માટે ​રેમ્પ, વ્હિલચેર,...

દિવ્યાંગ મતદારોને કાર્યક્રમ થકી મતદાન કરવામાં સુગમતા રહે તે માટે ​રેમ્પ, વ્હિલચેર, સહાયકો, સાઇન લેંગ્વેજ શિક્ષકો, ટોલ ફ્રી નંબર વગેરે સેવાઓથી વાકેફ કરાયા

11
0

ગાંધીનગર ખાતેની સમર્પણ મુક – બધિર શાળા, સેકટર- ૨૮ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરાયું

(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર અને સમાજ સુરક્ષા કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદાર જાગૃત્તિ અંગે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગાંધીનગરની સમર્પણ મુક – બધિર શાળા, સેકટર- ૨૮ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪નું મતદાન આગામી તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકશાહીના અવસર સમી લોકસભાની ઉજવણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અનેક મતદાર જાગૃત્તિના કાર્યક્રમો જિલ્લામાં યોજવામાં આવી રહ્યા છે.

લોકશાહીના આ અવસરમાં દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો સુગમતાથી ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારું વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ અંગેની સમજ અને લોકશાહી દેશમાં મતદાન અવશ્ય કરવું કેમ જરૂરી છે, ચૂંટણીમાં એક મતનું મૂલ્ય શું છે, મતદાન કરવું કેમ જરૂરી છે, જેવા વિષયની વિસ્તૃત સમજ આપવા માટે ગાંધીનગર ખાતે આવેલી સમર્પણ મુક- બધિર શાળા, સેકટર-૨૮ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારોએ ઉમળકાભેર લોકશાહીના ઉત્સવમાં સહભાગી થઇ ફરજિયાત મતદાન કરવા  અને દિવ્યાંગ મતદારો માટે મતદાન કરવા માટે ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાન કરવામાં સુગમ્યતા રહે તે માટે રેમ્પ, વ્હિલચેર, સહાયકો, સાઇન લેંગ્વેજ શિક્ષકો, ટોલ ફ્રી નંબર વગેરે સેવાઓ પુરી પાડવામાં આવી છે, તેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે, આ સુવિધાનો ઉપયોગમાં લઇ લોકશાહીના અવસરને સફળ બનાવવા દિવ્યાંગજનોને  પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું અને અવશ્ય મતદાન માટેની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજિત ૧૨૭ લોકો સહભાગી થયા હતા. મતદાન લોક જાગૃતિ કાર્યક્રમમાં સમર્પણ મુક-બધિર સંસ્થાના નાના ભુલકા બાળકોએ મતદાન જાગૃતિ માટે સરસ મજાની કલાત્મક રંગોળી દોરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

        આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દિવ્યાંગ મતદાતાશ્રીઓ મતદાનમાં સ્વૈચ્છિક પણે લોકસભાની સામાન્ય ચુંટણીમાં જોડાશે, જે અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ અવસરે સાઇન કેમ્પેનમાં સહભાગી થઇને જાગૃતિ બાબતે મતદાનમાં બિન અચુકપણે જોડાશે જે હેતુસર તમામ ઉપસ્થિત વ્યક્તિઓ દ્વારા સહી ઝુંબેશમાં સહભાગી બની પોતાના હસ્તાક્ષર કરીને સદર કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.

 આ જાગૃતિ કાર્યક્રમમાં સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ બી.એન. પ્રજાપતિ, જિલ્લા નોડલ ઓફિસર PWD અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, સંજયભાઇ આઇ. દેસાઇ, મદદનીશ નોડલ ઓફિસર PWD અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સંજયભાઈ કે. પટેલ તથા સંસ્થાના માનદ મંત્રીશ્રી વૈભવભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંદેશખાલી પીડિત અને બસીરહાટથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાને X શ્રેણીની સુરક્ષા આપવામાં આવી
Next articleએનએચપીસી લિમિટેડ ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના અમલીકરણ માટે નોર્વેની કંપની સાથે સહયોગ કરશે