Home મનોરંજન - Entertainment દિલજિત દોસાંજ હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયો, કિન્નૌરના સ્થાનિકો સાથે મહાશિવરાત્રિ નિમિત્તે શિવ...

દિલજિત દોસાંજ હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયો, કિન્નૌરના સ્થાનિકો સાથે મહાશિવરાત્રિ નિમિત્તે શિવ મંદિરમાં દર્શન કર્યાં

41
0

(જી.એન.એસ),તા.૧૧

મુંબઈ,

એક્ટર-સિંગર દિલજિત દોસાંજ તાજેતરમાં હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયો હતો. દિલજિતે હિમાચલ પ્રદેશના કિન્નૌર ગામમાં શિવરાત્રિ ઉજવી હતી. તેણે સ્થાનિકો સાથે સમય પસાર કરવાની સાથે પરંપરાગત ટોપી પહેરીને ‘પહાડી ઝુમર’ ડાન્સ પણ કર્યો હતો. દિલજિતે જણાવ્યું હતું કે, ગીતના શબ્દોમાં ખબર પડી ન હતી, પરંતુ તેની ધૂન સાથે ડાન્સ કરવાની મજા પડી હતી.

દિલજિતે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કરીને મહા શિવરાત્રિની ઉજવણી અંગે વાત કરી હતી. શિવ મંદિરમાં સ્થાનિકો સાથે દર્શન કરતાં અને લોકગીત પર સ્થાનિકો સાથે ડાન્સ કરતાં ફોટોગ્રાફ્સ દિલજિતે શેર કર્યા હતા. એક વીડિયોમાં પહાડી રસ્તા પર દિલજિત અને સ્થાનિકો મહાશિવરાત્રિ નિમિત્તે ડાન્સ કરતાં નજરે પડ્યા હતા.

દિલજિતે જણાવ્યું હતું કે, આજે તેણે અલગ ડાન્સ કર્યો છે, જે પહાડી ઝુમર તરીકે ઓળખાય છે. ગીતના શબ્દોમાં ખબર પડી ન હતી, પરંતુ નાચવાની મજા પડી. દિલજિતની આ પોસ્ટ બાદ હિમાચલ પ્રદેશના કિન્નૌર ગામની ચર્ચા શરૂ થઈ હતી અને ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે દિલજિતના અનુભવો જાણવાન ઈચ્છા વ્યક્ત કરી હતી.

દિલજિત સિંહની આગામી ફિલ્મ અમરસિંગ ચમકીલા છે, જેમાં પરિણીતી ચોપરા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 12 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. પંજાબના લોકપ્રિય ગાયક અને તેમની પત્નીના જીવન આધારિત આ ફિલ્મ છે. તબુ, ક્રિતિ સેનન અને કરીના કપૂર ખાન સાથે ‘ધ ક્રૂ’માં દિલજિતનો મહત્ત્વનો રોલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘બસ્તર’ને 13 મિનિટના કટ સાથે A સર્ટિફિકેટ મળ્યું
Next articleઆઈપીએલના ઈતિહાસમાં પહેલી સદી બ્રેન્ડન મેક્કુલમે 16 વર્ષ પહેલા 2008માં ફટકારી હતી