Home રમત-ગમત Sports આઈપીએલના ઈતિહાસમાં પહેલી સદી બ્રેન્ડન મેક્કુલમે 16 વર્ષ પહેલા 2008માં ફટકારી હતી

આઈપીએલના ઈતિહાસમાં પહેલી સદી બ્રેન્ડન મેક્કુલમે 16 વર્ષ પહેલા 2008માં ફટકારી હતી

25
0

(જી.એન.એસ),તા.૧૧

મુંબઈ,

આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચથી શરુ થશે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આઈપીએલના પહેલા ફેઝનું શેડ્યુલ પણ જાહેર થઈ ચૂક્યું છે. બાકી રહેલા શેડ્યુલની જાહેરાત ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આવશે. આઈપીએલ માટે સૌ કોઈ ઉત્સાહિત છે. આઈપીએલ દુનિયાની સૌથી વધુ જોવાનારી ક્રિકેટ લીગ છે. આ લીગ રમીને અનેક સ્ટાર ક્રિકેટરે પોતાનું કરિયર બનાવ્યું છે.

આઈપીએલના ઈતિહાસમાં પહેલી સદી બ્રેન્ડન મેક્કુલમે 16 વર્ષ પહેલા 2008માં ફટકારી હતી. ત્યારે તેમણે કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમતા આરસીબી વિરુદ્ધ 73 બોલમાં જ 158 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 13 સિક્સ સામેલ હતી. તેના કારણે કેકેઆરની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. શાનદાર ઈનિગ્સના કારણે તેમને પ્લેયર ઓપ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આરસીબી વિરુદ્ધ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે પહેલા બેટિંગ કરતા 222 રન બનાવ્યા હતા. કેકેઆર તરફથી બ્રેન્ડન મેક્કુલમ એકલાએ 158 રન બનાવ્યા હતા. ટીમ જીતી હતી. આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ 7 સદી ફટકારી છે. બીજા નંબર પર ક્રિસ ગેલ છે જેમણે 6 સદી અને 5 સદી જોસ બટલરે ફટકારી છે તે ત્રીજા નંબર પર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલજિત દોસાંજ હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયો, કિન્નૌરના સ્થાનિકો સાથે મહાશિવરાત્રિ નિમિત્તે શિવ મંદિરમાં દર્શન કર્યાં
Next articleહાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈની ટીમ ચેમ્પિયન બનવા માટે પોતાની દાવેદારી નોંધાવશે