Home દેશ - NATIONAL દમણ અને દિવમાં PNG સપ્લાય પ્લાન્ટનું ઉદ્ઘાટન

દમણ અને દિવમાં PNG સપ્લાય પ્લાન્ટનું ઉદ્ઘાટન

19
0

(GNS),06

IRM એનર્જી લિમિટેડ (“IRMEL”), એક શહેર ગેસ વિતરણ (“CGD”) કંપનીએ દમણ અને દીવમાં પાઇપ્ડ નેચરલ ગેસ “PNG” સપ્લાયનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે. IRMELએ ઘરો અને વ્યાપારી સંસ્થાઓને PNG સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. ઇંધણ PNGનો પુરવઠો IRMELની જાહેર સેવા અને કુદરતી ગેસ પાઇપલાઇન સેવાઓ દ્વારા અંતિમ ગ્રાહકોને જોડવામાં એક સીમાચિહ્નરૂપ છે. દીવમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટને પણ આ PNG સપ્લાયનો લાભ મળશે. PNG સપ્લાયનું ઉદ્ઘાટન IRMEL ના અધ્યક્ષ મહેશ્વર સાહુ દ્વારા કરવામાં આવ્યું હતું. વિવેક કુમાર, – દીવના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પ્રશાંત સાગર – IRMEL ના ચીફ ઓપરેટિંગ ઓફિસર, હર્ષલ અંજારિયા – IRMEL ના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર, દીવ PWD અધિકારીઓ અને ગ્રાહકોની હાજરીમાં. ઉદઘાટન સમારોહમાં કર્મચારીઓ અને IRMELની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ પણ હાજર હતી.. દીવ માટે નિર્ધારિત મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી ઉદ્દેશ્યો સાથે IRMELઆ PNG યોજના શરુ કરી છે આવી સુવિધા ઉપલબ્ધ થવાથી દીવના રહેવાસીઓ માટે રસોડામાં ભરોસાપાત્ર અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણ મળી રહેશે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગેસ આધારિત અર્થતંત્ર માટેના વિઝન તરફ આ સીમાચિહ્નરૂપ છે.

દીવના રહેવાસીઓને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે, IRMEL દર મહિને રૂ. 30 ના નજીવા માસિક ભાડા પર ઘરેલુ પીએનજી કનેક્શન ઓફર કરી રહી છે – દરરોજનું રૂ. 1 ભાડું. ગેસ પાઈપલાઈનનાં નેટવર્ક દ્વારા પીએનજીનો પુરવઠો દીવના રહેણાંક અને વ્યાપારી ગ્રાહકોને વધુ સગવડ પૂરી પાડશે. દીવના માનનીય કલેક્ટર ભાનુ પ્રભા, IAS એ આ માઈલસ્ટોન માટે IRMELની પ્રશંસા અને અભિનંદન પાઠવ્યા છે અને દીવના રહેવાસીઓ, હોટેલો અને રેસ્ટોરન્ટોને પ્રાકૃતિક ગેસનો મહત્તમ લાભ લેવા વિનંતી કરી છે કારણ કે તે એલપીજીની તુલનામાં સલામત, અવિરત અને આર્થિક છે.. ઈર્મલ (IRMEL – (કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની એક જૂથ કંપની)) એક સંકલિત મૂલ્ય આધારિત ઉર્જા એન્ટરપ્રાઇઝ છે, જે ઔદ્યોગિક, વ્યાપારી અને સ્થાનિક ગ્રાહકો માટે દેશના વિવિધ જિલ્લાઓમાં નેચરલ ગેસ વિતરણ પ્રોજેક્ટ્સ વિકસાવે છે. 30 જૂન, 2023 સુધીમાં, IRMEL 52,000 થી વધુ સ્થાનિક ગ્રાહકો, 260 કોમર્શિયલ ગ્રાહકો, 180 ઔદ્યોગિક ગ્રાહકોને ગેસ સપ્લાય કરી રહી છે, અને તેની પાસે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વિવિધ ભૌગોલિક વિસ્તારો, પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લો, દમણ અને દીવના યુ.ટી.માં દીવ અને ગીર સોમનાથ જિલ્લો અને તમિલનાડુના નમક્કલ અને તિરુચિરાપલ્લી જિલ્લાઓમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સપ્લાય કરવા માટે 66 CNG ફાઇલિંગ સ્ટેશનોનું નેટવર્ક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારતનું બાંધકામ ફરી શરૂ થયું
Next articleક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ સસ્તું થશે!