Home દુનિયા - WORLD ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ સસ્તું થશે!

ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ સસ્તું થશે!

23
0

(GNS),06

ચાલુ મહિને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે અને WTIની કિંમતમાં પણ લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે અને આ કિંમત હજી વધારે ઉતરે એવી શક્યતા છે.ઓક્ટોબર મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $75 સુધી પહોંચી શકે છે. જેની અસર નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે. જાણકારોની માનીએ તો ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડોને કારણે પેટ્રોલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જે બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટરથી નીચે આવી જશે. દેશમાં 21 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાલો તમને એ પણ જણાવીએ કે ક્રૂડ ઓઈલની કિંમત શું થઈ ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ અમેરિકન ઓઇલના ભાવમાં પણ 8 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, WTI ની કિંમત 29 સપ્ટેમ્બરના રોજ પ્રતિ બેરલ $ 90.79 હતી, જે હાલમાં પ્રતિ બેરલ $ 82.79 પર ટ્રેડ થઈ રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે..

ક્રૂડ ઓઈલની કિંમત કેટલો ઘટાડો થયો?.. જે વિષે જણાવીએ તો, સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો ગુરુવારે જોવા મળ્યો હતો, આ ઘટાડો 6 ટકા હતો. જૂનમાં શરૂ થયેલી તેજી બાદ આ ઘટાડો નોંધાયો છે. જૂન પછી ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે માગની સરખામણીએ પુરવઠો ઘટ્યો અને ભાવ વધ્યા. ત્રીજા ક્વાર્ટરમાં કાચા તેલની કિંમતમાં 30 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સાઉદી અરેબિયા અને રશિયા દ્વારા ઉત્પાદનમાં ઘટાડો ડિસેમ્બર મહિના સુધી ચાલુ રહેશે. બુધવારે એક સરકારી અહેવાલ દર્શાવે છે કે યુએસ ગેસોલિનના ભંડારમાં ગયા અઠવાડિયે લગભગ 6.5 મિલિયન બેરલનો વધારો થયો છે, જે લગભગ બે વર્ષમાં સૌથી મોટો વધારો છે. એવી અપેક્ષા છે કે અમેરિકા માંગ અને પુરવઠાના અસંતુલનને નિયંત્રિત કરવા માટે વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શરૂ કરી શકે છે. જેના કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે..

શું પેટ્રોલ સસ્તું થશે? તો કેટલું થશે… જો એક અંદાજ પ્રમાણે જણાવીએ તો, એક નિષ્ણાંત વ્યક્તિએ સમાચાર એજન્સીને જણવ્યા અનુસાર તમને જણાવીએ તો તેમણે કહ્યું હતું કે, જો બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત ઓક્ટોબરના અંત સુધીમાં પ્રતિ બેરલ $ 80 અથવા ખાસ કરીને $ 75 પર ટકી રહે છે, તો નવેમ્બર મહિનામાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. આ ઘટાડો 5 થી 7 રૂપિયામાં જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે ત્યાં સુધીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તાજેતરમાં થયેલા નુકસાનની ભરપાઈ પણ થઈ જશે. તેમણે કહ્યું કે સરકાર પણ આ દિશામાં કામ કરશે. જે રીતે સરકારે 40 દિવસમાં ગેસ સિલિન્ડરના ભાવમાં સામાન્ય લોકોને રાહત આપી છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદમણ અને દિવમાં PNG સપ્લાય પ્લાન્ટનું ઉદ્ઘાટન
Next articleદુબઈમાં અલ્લુ અર્જુનનું મીણનું પૂતળું બનશે