Home ગુજરાત તહેવારોની સિઝન પહેલાં આઈટીએ 600 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું

તહેવારોની સિઝન પહેલાં આઈટીએ 600 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું

28
0

આઈટીમાં રિફંડ પ્રોસેસ ઝડપી બનતા કરદાતાઓના સુખના દિવસો આવ્યો હોય એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 600 કરોડથી વધુનું રિફંડ આપવામાં આવ્યુ છે. જ્યારે જીએસટીમાં પણ 500 કરોડથી વધુ રિફંડ અપાયુ છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે રિર્ટન પ્રોસેસની સ્પિડ વધી છે અને એટલે જ રિફંડ પણ ઝડપથી આવી રહ્યુ છે.

ટેકનિકલ એરર હોય તો પણ તેનો ઝડપથી નિકાલ થાય છે. રેક્ટિફિકેશન પણ હવે કરદાતાઓએ અટવાવાનું હોતુ નથી. સુરત-વડોદરા રેન્જમાં કુલ 1100 કરોડથી વધુનું રિફંડ રિલિઝ કરાતું હોય છે. એ જ રીતે જીએસટીમાં પણ 2 હજાર કરોડથી વધુનું રિફંડ આપવામાં આવતું હોય છે. બોગસ બિલિંગના ત્રાસના લીધે હાલ જીએસટીમાં રિફંડ ધીમું થયું છે, પરંતુ સાવ અટક્યું નથી. એમ સી.એ. નીરજ બજાજ કહી રહ્યા છે.

તેઓ વધુમાં જણાવે છે કે, જીએસટીમાં પણ લેટેસ્ટ ટેકનોલોજીના લીધે આવનારા સમયમાં રિફંડ સ્પિડ પકડશે. તહેવારોમાં રિફંડ, બોનસ કે પગારરૂપે નાણાં મળતા ખરીદી વધે છે. રિઅલ એસ્ટેટ કે સોના-ચાંદીની તેજી પણ સારું ચિહ્ન છે. રિફંડ ઝડપથી ઇશ્યુ થવાનું મુખ્ય કારણ એ પણ છે કે પ્રોસેસ ઝડપી બની છે. લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં આઉટ સોર્સ થતાં ઝડપ વધી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલગ્નની ના પાડતા યુવતીના પરિવારને યુવકે અંગતપળોના ફોટો મોકલી દીધા
Next articleબિલ્ડર અપૂર્વની બાલાશિનારના રહીશ સાથે રૂ.59 લાખની ઠગાઈ