Home મનોરંજન - Entertainment ડેટ્સ ખાલી હોય તેવા સમયે સલમાન ખાન અને કરણ જોહર ‘ધ બુલ’...

ડેટ્સ ખાલી હોય તેવા સમયે સલમાન ખાન અને કરણ જોહર ‘ધ બુલ’ ફિલ્મમાં જોડાશે

75
0

(જી.એન.એસ),તા.૦૪

મુંબઈ,

સલમાન ખાન અને કરણ જોહર વચ્ચે ઓફ સ્ક્રિન મિત્રતા જોવા મળે છે, પરંતુ ઓન સ્ક્રિન જોડી જમાવવાના તેમના પ્રયાસ ખાસ રંગ લાવતા નથી. કરણ જોહરે ડાયરેક્ટર તરીકે બનાવેલી પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં સલમાન ખાનનો સ્પેશિયલ રોલ હતો. તે પછી બંનેએ અનેક વખત સાથે ફિલ્મ કરવા તજવીજ હાથ ધરી છે. કરણ જોહરના પ્રોડક્શનમાં સલમાનના લીડ રોલમાં ‘ધ બુલ’ બનાવવાના પ્રયાસ શરૂ થયા હતા. જો કે આ ફિલ્મ ફ્લોર પર પહોંચે તે પહેલાં જ ખોરંભે ચડી હોવાના રિપોર્ટ્સ છે. સલમાન પાસે સંખ્યાબંધ ફિલ્મો છે અને તેના કારણે ખાલી સમય મળવાનું અઘરું છે. સલમાને ત્રણ વખત ‘ધ બુલ’ માટે ડેટ્સ આપી હતી, પરંતુ ત્રણેય વખત પ્રોડક્શનમાં મોડું થયું. હવે સલમાને જૂના કમિટમેન્ટ્સ પ્રમાણે સાજિદ નડિયાદવાલા પ્રોડક્શનની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું છે.

બીજી તરફ, કરણે અનેક વખત ‘ધ બુલ’ના શૂટિંગની તારીખો બદલી હતી અને નિશ્ચિત તારીખ ફાઈનલ નહીં થતા સલમાને અન્ય પ્રોજેક્ટ પર ધ્યાન વધાર્યું છે. સોર્સીસના જણાવ્યા મુજબ, સલમાન ખાને ‘ધ બુલ’થી છેડો ફાડી લીધો હોવાની વાત ખોટી છે. ડેટ્સ ખાલી હોય તેવા સમયે સલમાન ફરી આ ફિલ્મમાં જોડાશે. કરણ જોહરે એક વખત સલમાનને પૂછી શૂટિંગની તારીખ નક્કી કરવાની છે. કરણે પાછલા વર્ષે સલમાનના બર્થ ડે પર નોટ લકી હતી. કરણે ‘કુછ કુછ હોતા હૈ’ને યાદ કરી હતી. અન્ય કોઈ એક્ટર આ રોલ કરવા તૈયાર ન હતા ત્યારે સલમાને મદદ કરી હતી. 25 વર્ષ બાદ અમે એક સ્ટોરી કહેવા ભેગા થઈ રહ્યા છીએ. કરણ અને સલમાનની આ ફિલ્મ ‘ધ બુલ’ હોવાનું કહેવાય છે, જેમાં સલમાને આર્મી ઓફિસરનો રોલ કરવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘પુષ્પા થ રુલ’ના ટીઝરની તારીખ જાહેર કરાઈ
Next articleડ્વેન જોનસને 15 વર્ષ બાદ રીંગ પર ધમાકેદાર વાપસી કરી