Home દેશ - NATIONAL ઠાકરે હૈ તો મુમકિન હૈઃ હિન્દુ ટાઇગરની શપથવિધિમાં બિનસાંપ્રદાયિક નેતાઓનો જમાવડો…!!

ઠાકરે હૈ તો મુમકિન હૈઃ હિન્દુ ટાઇગરની શપથવિધિમાં બિનસાંપ્રદાયિક નેતાઓનો જમાવડો…!!

514
0

(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે)મુંબઇ,તા.૨૭
મહારાષ્ટ્રના રાજકિય ઇતિહાસમમાં આવતીકાલ 28 નવે.નો દિવસ યાદગાર થવા જઇ રહ્યો છે. શિવસેનાના ઇતિહાસમાં ઠાકરે પરિવારમાંથી સૌ પ્રથમવાર કોઇ સીએમ બનવા જઇ રહ્યાં છે. શિવસેના એટલે હિન્દુત્વના પ્રખર હિમાયતી બાળાસહેબ ઠાકરેની સેના. હિન્દુત્વ માટે કુછ ભી કરનાર. અયોધ્યામાં બાબરીનો ઢાંચો મારા સિવસૈનિકોએ તોડ્યો હોવાની જહેરાત બાળાસહેબે કરી હતી. તેમના પુત્ર ઉદ્ધવ કે જેઓ સીએમ બનવાના છે તેમણે પણ વિધાનસભા ચૂંટણી પહેલા અયોધ્યા જઇને રામ મંદિર માટે વાત કરીને હિન્દુત્વનું કાર્ડ રિન્યૂ કરાવવાનો પ્રયાસ કર્યો. હિન્દુત્વ માટે જ ભાજપ સાથે 30 વર્ષ ગઠબંધન. અને હવે એ જ હિન્દુનેતા કે હિન્દુ ટાઇગરની શપથવિધિમાં કોણ કોણ આવશે….?
સૂત્રોએ કહ્યું કે, જેઓ બાળાસાહેબના કટ્ટર હિન્દુત્વની ટીકા કરતા હતા, જેઓ શિવસેનાથી અંતર રાખતા હતા, જેઓ શિવસેનાને અછૂત માને છે, ઉદ્ધવ સાથે જેમણે કદાજ ક્યારેય વાત નહીં કરી હોય તેવા રાજકિય પક્ષોના નેતાઓ મુંબઇના શિવાજી પાર્કમાં એ જ બાળાસાહેબના પુત્ર કે જેમણે હિન્દુત્વને જ મહત્વ આપ્યું તેમની શપથ વિધિમાં એક્તાના દર્શન કરાવશે. ઉદ્ધવનો જયજયકાર કરશે અને કરાવશે. આ પક્ષોમાં કોંગ્રેસ સૌથી મોખરે છે. બાળાસહેબને કોંગ્રેસ સાથે 36નો આંકડો હતો. સોનિયા ગાંધી અંગે ન બોલવાનું બોલતા હતા. એ સોનિયા ગાંધી હિન્દુનેતા ઉદ્ધવને યશસ્વી ભવ…ના આશિર્વાદ આપશે. કેજરીવાલ, મમતા બેનર્જી, સપાના અખિલેશ યાદવ વગેરે. હિન્દુત્વના વિરોધી. અખિલેશના પિતા મુલાયમસિંગે સીએમ હતા ત્યારે અયોધ્યામાં કારસેવકો પર ગોળીઓ વરસાવીને કેટલાય કારસેવકોનો ભોગ લીધો હતો. જેમાં કદાજ શિવસૈનિકો પણ હશે. અને એ જ મુલાયમના પુત્ર રામ મંદિરના આગ્રહી ઠાકરેની શપથવિધિમાં હાજરી આપીને તેમની પીઠ થપથપાવશે.
કેજરીવાલે ભાજપના હિન્દુત્વનો જબરા વિરોધ કર્યો છે. ભાજપના ભાઇબંધ( હવે નથી) શિવસેનાના ઠાકરેની શપથવિધિમાં હાજરી આપશે…! રાજકિય નિરીક્ષકો તેને ભાજપવિરોધી બહતી ગંગા મેં હાથ ધોવા સમાન માની રહ્યાં છે…!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય…? શિક્ષણ નું સ્તર વધશે કે ઘટશે…?
Next article“યાવતચંદ્ર દિવાકરૌ” ના સ્વપ્નમાં રાચતો ભાજપા ભાનમાં ક્યારે આવશે…..?