જી.એન.એસ, તા.૧૩
વડાપ્રધાન મોદી ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ પર માત્ર 53 પોસ્ટની સાથે દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે. ગ્લોબલ પીઆર કંપની બરસન-માર્સટેલર દ્વારા બુધવારે જાહેર કરેલા એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. તે સમય સુધીમાં નરેન્દ્ર મોદી” ના ઈન્સ્ટાગ્રામ પર 68 લાખ ફોલોઅર્સ હતા. ફોલોઅર્સની હોડમાં મોદીએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ”ને પણ પછાડી દીધા છે. ટ્રમ્પ મોદીને ફોલો કરે છે પણ મોદી કોઈને ફોલો નથી કરતા.
અધ્યયન સમયે ઈન્સ્ટાગ્રામ પર ટ્રમ્પના 63 લાખ ફોલોઅર્સ હતા અને તેમણે 1028 તસવીરો શેર કરી હતી. 13 એપ્રિલે 11 વાગ્યા સુધીમાં મોદીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 70 લાખ થઈ ચૂક્યા હતા અને તેઓ અત્યાર સુધી 101 તસવીરો શેર કરી ચૂક્યા છે. તો ટ્રમ્પના ફોલોઅર્સનો આંક ગુરુવારે 64 લાખે પહોંચ્યો છે. જોકે આ બંને નેતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી પાછળ જે જેમના ફોલોઅર્સનો આંક 1 કરોડ 39 લાખનો છે.
બરસન-માર્સટેલરે દુનિયાભરના રાષ્ટ્ર પ્રમુખો, સરકારો અને વિદેશ મંત્રીઓના 325 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સનું છેલ્લા 12 મહિના સુધી અધ્યયન કર્યું. રિપોર્ટ મુજબ પીએમ મોદીના દરેક ઈન્સ્ટાગ્રામ પર સરેરાશ 2,23,000 લોકો પ્રતિક્રિયા આપે છે. બરસલન-માર્સટેલરના મુખ્યમ કાર્યકારી અધિકારી ડોન બેયરે કહ્યું, દુનિયાભરના નેતા ઓનલાઈન સંપર્ક સાધી રહ્યા છે. કારોબાર તથા અન્ય ક્ષેત્રોના નેતાઓને પણ સરકાર દ્વારા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ શીખી લેવો જોઈએ. ટ્વિટર પર પીએમ મોદીના 2.9 કરોડ ફોલોઅર્સ છે. ફેસબુક પર તેમને 4 કરોડથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે.
ત્રીજા સ્થાન પર પોપ ફ્રાંસિસ છે જેમને ઈન્સ્ટાગ્રામ પર 37 લાખ ફોલોઅર્સ છે. ચોથા સ્થાને અમેરિકના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસ (34 લાખ) છે. પાંચમા સ્થાને ઈન્ડોનેશિયાના જોકો વિડોડો (34 લાખ છે.) છઠ્ઠા સ્થાને જોર્ડનની ક્વીન રાનિયા 30 લાખ ફોલોઅર્સ સાથે છે. ઈન્સ્ટાગ્રામ પર સમગ્ર દુનિયામાં કુલ 48,705,021 ફોલોઅર્સ છે.
ઈન્સ્ટાગ્રામ પર સૌથી સક્રિય એકાઉન્ટના મામલામાં ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ છઠ્ઠા સ્થાને છે. સુષમાના એકાઉન્ટ પર રોજના સરેરાશ 3.5 પોસ્ટ શેર કરવામાં આવે છે. બરસન-માર્સટેલર અનુસાર સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ દુનિયાના 191 દેશોમાંથી લગભગ 73% ઓફિશિયલ્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.