Home ગુજરાત ઈઝરાયેલના PMએ મોદી વિશે કરી ‘ખાસ’ ટ્વિટ, ‘તમારો ઈન્તેજાર છે મારા મિત્ર’

ઈઝરાયેલના PMએ મોદી વિશે કરી ‘ખાસ’ ટ્વિટ, ‘તમારો ઈન્તેજાર છે મારા મિત્ર’

456
0

જી.એન.એસ, તા.૧૩
ઈઝરાયેલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ એક ટ્વિટ કરીને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવ્યાં છે. નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયેલની જનતા તમારી ઐતિહાસિક યાત્રાનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યહૂદીઓના તહેવાર પાસોવર પર નેતન્યાહૂને શુભકામનાઓ પાઠવી હતી. આ તહેવાર યહૂદીઓ ઈજિપ્તમાં દાસતાથી મુક્તિની યાદમાં મનાવે છે.
પીએમ મોદીની ટ્વિટના જવાબમાં ઈઝરાયેલી પીએમએ ટ્વિટ કરીને જવાબ આપ્યો કે તમારી આ શુભકામનાઓ માટે આભાર મારા મિત્ર. ઈઝરાયેલાના લોકો તમારી ઐતિહાસિક યાત્રાનો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. નેતન્યાહૂની ટ્વિટને પીએમઓએ રિટ્વિટ કરી છે.
1992માં બને દેશો વચ્ચે રાજનયીક સંબંધો બહાલ થયા બાદ કોઈ પણ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો ઈઝરાયેલ પ્રવાસ હશે. આ પહેલા ન્યૂયોર્કમાં સપ્ટેમ્બર 2014માં સયુંક્ત રાષ્ટ્રની મહાસભામાં બંને નેતાઓની મુલાકાત થઈ હતી. સરકારે વડાપ્રધાનની ઈઝરાયેલા યાત્રાની તારીખ તો જાહેર નથી કરી પરંતુ આ પ્રવાસની તૈયારીઓ બંને દેશોમાં થઈ રહી છે.
હાલમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઈઝરાયેલના પ્રવાસે ગયા હતાં. ડોભાલનો પ્રવાસ બંને દેશો વચ્ચે થનારી સમજૂતિઓને લઈને બેગ્રાઉન્ડ તૈયાર કરવાની કોશિશના ભાગ રૂપે જોવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ બંને દેશો વચ્ચે સૈન્ય સંધિઓ પર હસ્તાક્ષર થવાના છે. જેમાં 1.5 બિલિયન ડોલરની ભારતીય સેના માટે એન્ટી ટેન્ક મિસાઈલો અને બરાક-8 એર ડિફેન્સ મિસાઈલ ડીલ પણ સામેલ છે.
ગત ત્રણ વર્ષોમાં ઈઝરાયેલા ભારતમાં હથિયારો સપ્લાય કરવાના મામલે ત્રીજો મોટો ભાગીદાર દેશ બન્યો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે 2006માં ઈઝરાયેલનો પ્રવાસ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રમ્પને પછાડી મોદી બન્યા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા
Next articleસેટેલાઇટથી લેવાયેલી તસ્વીરમાં ભારતનો અદભૂત નજારો