Home રમત-ગમત Sports ટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડકપ ટીમમાં મળ્યું સ્થાન

ટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડકપ ટીમમાં મળ્યું સ્થાન

45
0

સિંગાપોરમાં જન્મેલા આક્રમક બેટ્સમેન ટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરામાં આવ્યો છે જ્યારે ઓપનર ડેવિડ વોર્નરને ભારત પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે 15 સભ્યોની ટી20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી હતી. ટીમ ડેવિડ વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને તેણે 2019-20માં સિંગાપોરમાં 14 ટી20 મેચ રમી છે જેમાં 46.5ની સરેરાશ રહી હતી.

આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના નિયમો મુજબ ટીમ ડેવિડ તાત્કાલિક અસરથી ઓસ્ટ્રેલિયા તરફથી રમી શકે છે. ટીમ ડેવિડે ક્રિકેટની ટૂંકી ફોર્મેટમાં પોતાની આગવી જગ્યા બનાવી છે અને તે વિશ્વભરમાં ટી20 લીગમાં પણ રમી રહ્યો છે. ચાલુ વર્ષના પ્રારંભે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ટીમ ડેવિડને રૂ. 8.25 કરોડમાં ખરીદ્યો હતો.

ઓસ્ટ્રેલિયન પસંદગી સમિતિના અધ્યક્ષ જોર્જ બેલીએ જણાવ્યું કે, ટીમ ડેવિડે વિશ્વની જુદી જુદી લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા પુરવાર કરતા ટીમમાં જગ્યા બનાવી છે. એરોન ફિન્ચના નેતૃત્વ હેઠળની 15 સભ્યોની ટીમ ચાલુ મહિનાના અંતે ભારતનો પ્રવાસ પણ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ ટી20 મેચ રમાશે.

વોર્નરને ભારત પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને કેમરુન ગ્રીનને ટીમમાં તક આપવામાં આવી છે. ગત વર્ષે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં ફક્ત એક બદલાવ કરાયો છે. અને ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડ કપ ટીમ વિષે જો વાત કરીએ તો એરોન ફિન્ચ (કેપ્ટન), પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), એશ્ટન એગર, ટીમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઈંગલિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નસ, એડમ ઝામ્પા. (ભારત પ્રવાસમાં વોર્નરના સ્થાને કેમરૂન ગ્રીન સહિતનો સમાવેશ થાય છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી યોજાનાર ટી20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું નામ જોબર્ગ સુપર કિંગ્સ
Next articleબાંગ્લાદેશ પાસેથી શ્રીલંકાએ છીનવી લીધી જીતની બાજી