Home ગુજરાત જ્યારે એડવોકેટે મોડાસા એસપીને રોકડું પરખાવ્યું, તમારી ખાખી વર્ધી અમારા પૈસાની છે...

જ્યારે એડવોકેટે મોડાસા એસપીને રોકડું પરખાવ્યું, તમારી ખાખી વર્ધી અમારા પૈસાની છે કામ કરો….!!

1273
0

(જી.એન.એસ રવિન્દ્ર ભદોરીયા), તા.૯

ગાંધીનગર: અરવલ્લી જિલાના મોડાસા સાયરા ગામ ખાતે બનેલી દુષ્કર્મની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલો મોડાસા પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. અને ફરિયાદ નોધાવવા માટે પોલીસને અપીલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની નોધ લેતા મામલો ઉગ્ર બન્યો હતો.પબ્લિક સર્વેન્ટ એકટ મુજબ દરેક સરકારી અધિકારી જનતાનો સેવક છે તેવો ઉલ્લેખ આ કાયદામાંની જોગવાઈમાં છે. ત્યારે આ સરકારી બાબુઓ જનતાને ઘોડીને પી જાયે છે અને જનતાના મુખે સાહેબ કહેવાય છે. આજ એકટને લઈ આજે સામાજિક કાર્યકર કેવલ સિંહ રાઠોડ માણસાના એસ.પી. મયુર પાટીલને કાયદાનો પાઠ ભણાવીને જનતાનો કામ કરવા માટે કહે છે..!

મોડાસામાં બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ તથા પીડિતાના સગા વાળાઓયે પોલીસ સ્ટેશન જઈ હલ્લા બોલ કર્યો હતો અને ધરણા કર્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ સમાજિક કાર્યકર્તા અને એડવોકેટ કેવલસિહ રાઠોડ પોલીસ સ્ટેશન આવી પહોચ્યા હતા. સમાજિક કાર્યકર્તા અને એડવોકેટ કેવલસિહ રાઠોડ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ માટે પોલીસને વિનતી કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, આ મનુસ્મૃતિનું નહિ ભારતના બંધારણનું શાસન છે. SP તરીકે તમારી જવાબદારી છે એટલા માટે જ પગાર આપીએ છીએ. કેવલ સિહ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે તમે  ભેદભાવ કરો છો ખંભીસરના વરઘોડા સમયે પણ આમ જ ભેદભાવ કર્યો હતો. આવી લુચ્ચાઈ નહીં ચલાવી લઇએ, ધ્યાન રાખજો તમે તમારા IG અને DGને કહેવું હોય તો કહી દેજો…!! તમારો પગાર અમે આપીએ છીએ..! તમારી ખાખી વર્દી છેને એ અમારા પૈસાની છે…! અમારા ટેક્સના પૈસાની છે. ત્યારે અમારું કામ કરવામાં તમને શેની શરમ લાગે છે..?

ઉલ્લેખનીય છે કે આ સરકાર બાબા સાહેબ અબેડકરના સંવિધાનની જોગવાઇઓને ધ્યાને લેતી નથી. એટલે જ ભેદભાવ કરે છે. આજે સરકારી બાબુઓ સરકારી કચેરીઓમાં બેસી જનતાથી સાહેબ કહવડાવે છે. ત્યારે આજે પોલીસની છબી જનતા માટે દિવસે દિવસે ખરાબ તથી જાય છે. વગર કારણે પોલીસ લોકો ઉપર દબંગાઈ કરી શું જાહેર કરવા માંગી રહી છે…? જો પોલીસ આ રીતે સરકારના ઈશારે કાર્ય કરશે તો આવનારા સમયમાં પોલીસ ઉપર થી લોકોનું વિશ્વાસ ઉઠી જશે. સમાજ કોઈ પણ હોય, કોઈ પણ આદોલન હોય, કોઈ પણ સરકાર વિરુધ કાર્યક્રમ દરેક કાર્યક્રમને આ સરકારી બાબુઓં થવા દેતા નથી..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેન્ટ્રલ બોર્ડ ઓફ અમદાવાદ સંચાલિત ગણેશ કપમાં સૌરવ ધાંઘેકરની શાનદાર સદી
Next articleનાગરિક્તા…નાગરિક્તા…શું કરો છો? બે ટંકના રોટલાની વ્યવસ્થા કરો ને…!