(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હાઇટના આધારે અંડર-૧૫ વયજૂથના ખેલાડી અટલેકે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાઇટ હંટના માપદંડો મુજબ ૧૨ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૬૬+ જ્યારે બહેનો માટે ૧૬૧+, ૧3 વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૭૧+ જ્યારે બહેનો માટે ૧૬૪+, ૧૪ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૭૭+ જ્યારે બહેનો માટે ૧૬૯+, ૧૫ વર્ષના ભાઈઓ માટે ઉંચાઇ ૧૮૨+ જ્યારે બહેનો માટે ૧૭૧+ જણાવવામાં આવેલ છે.
આ માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,મહાત્મા ગાંધી વિધામંદિર સ્કુલ,ગોવર્ધન હવેલીની સામે સેક્ટર-૨૧,ગાંધીનગર ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે(મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે)તા.૧૧/૦૯/૨૦૨૪ ના દિવસે સવારે ૦૯:3૦ વાગ્યાથી બપોરે01:૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે. આ યોજના વિશેની વધુ માહિતી માટે જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા કન્વીનર જીવણજી ઠાકોર(એથલેટીક્સ કોચ,ડી.એલ.એસ.એસ,ગાંધીનગર)નો મો-નં 8141656229 પર સંપર્ક કરી શકો છો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.