Home દુનિયા - WORLD જાપાનમાં પૂર્વ વડાપ્રધાન શિંજાે આબેનો ભારત સાથે ગાઢ સંબંધ હતો

જાપાનમાં પૂર્વ વડાપ્રધાન શિંજાે આબેનો ભારત સાથે ગાઢ સંબંધ હતો

47
0

(જી.એન.એસ),તા.૦૮
નવીદિલ્હી
જાપાનના પૂર્વ પીએમ શિંજાે આબેને એક સભા દરમિયાન ગોળી મારવામાં આવી. એવું કહેવાય છે કે તેમને બે ગોળી વાગી અને પછી લોહી વહેવા લાગ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા. ફાયરિંગની આ ઘટના જાપાનના નારા પ્રાંતમાં ઘટી. તેમને તાબડતોબ એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમની હાલાત અત્યંત ગંભીર છે. હુમલાખોરને અટકાયતમાં લેવામાં આવ્યો છે. જાપાનના મીડિયા મુજબ સિંજાે આબે એક રેલી વચ્ચે હતા અને તેમના પર હુમલો થયો. પોલીસના જણાવ્યાં મુજબ શિંજાે આબે પર પાછળથી હુમલો થયો. તેમને એક શોટગનથી ગોળી મારવામાં આવી. ગોળી વાગતા જ તેઓ ઢળી પડ્યા અને હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધુ. જાપાનની પોલીસે શિંજાે આબે પર હુમલો કરનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા જિજિએ જણાવ્યું કે શિંજાે આબેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. હાલ સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. ત્યાં હાજર લોકોએ તત્કાળ તેમને સીપીઆર આપ્યું જેથી કરીને જીવ બચી શકે. અત્રે જણાવવાનું કે તેઓ પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સમય મુજબ સવારે ૧૧.૩૦ વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જાેવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે. જાપાનના પૂર્વ પીએમ શિંજાે આબેને ભારતનો બીજાે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવામાં આવેલો છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબે અને પીએમ મોદીની મિત્રતા જગ વિખ્યાત છે. સૌથી વધુ સમય સુધી જાપાનના પીએમ પદે રહેનારા શિંજાે આબેએ ગત વર્ષ ઓગસ્ટમાં સ્વાસ્થ્યનો હવાલો આપતા રાજીનામું આપ્યું હતું. તેમના ર્નિણયથી ભારતે પણ ભારે મનથી તેમને વિદાય આપી હતી. ભારત અને જાપાન વચ્ચે સંબંધ મજબૂત કરવા પાછળ આબેની મોટી ભૂમિકા રહી છે. આબે અનેકવાર ભારત આવ્યા હતા. તેઓ ભારતના ગણતંત્ર દિવસે ચીફ ગેસ્ટ તરીકે સામેલ થનારા પહેલા જાપાની પીએમ રહ્યા. અધિકૃત રીતે ૨૦૦૧માં બંને દેશ વચ્ચે વૈશ્વિક ભાગીદારી શરૂ થઈ હતી. અને ૨૦૦૫માં વાર્ષિક દ્વિપક્ષીય બેઠક કરવાનો ર્નિણય લેવાયો. જાે કે આબેના કારણે ૨૦૧૨ બાદ આ પ્રક્રિયામાં તેજી જાેવા મળી. આબેના કાર્યકાળમાં ભારત સાથે સૌથી ચર્ચિત કરારોમાંથી એક છે ફ્રી અને ઓપન ઈન્ડો-પેસેફિક બનાવવાનો કરાર. તેની શરૂઆત માટે જ્યારે તેઓ પહેલીવાર ભારત આવ્યા હતા ત્યારે તેમણે બે મહાસાગરોના સંગમની વાત કરીને ભારતનું હ્રદય જીતી લીધુ હતું. ત્યારબાદ ભારતમાં સરકાર બદલાઈ ગઈ પરંતુ બંને દેશો વચ્ચે મિત્રતાના પાયો તે સમર્પણ પર ટકેલો રહ્યો. ત્યારબાદ બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઉર્જા, સમુદ્રી સુરક્ષા, બુલેટ ટ્રેન, એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક રણનીતિ જેવા અનેક મુદ્દાઓ પર કામ કરવામાં આવ્યું. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ભારતના સશસ્ત્ર દળો વચ્ચે સપ્લાય અને સર્વિસિઝના આદાન પ્રદાનનો કરાર પણ કરાયો. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિંજાે આબે વચ્ચે મિત્રતા ખુબ ચર્ચામાં રહી હતી. એટલે સુધી કે પદથી રાજીનામું આપી દીધા બાદ આબેએ પણ પીએમ મોદીની સાથેની મુલાકાત યાદ કરી હતી અને ફોન પર અડધો કલાક વાત પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને મિત્રતા અને વિશ્વાસના સંબંધ માટે આભાર જાહેર કર્યો. પીએમ મદોીએ પણ આબેના પ્રયત્નોને બિરદાવ્યા અને એકબીજાની મુલાકાતોને યાદ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકૈલાસ ખેરે ૧૪ વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું આજે….
Next articleતારક મહેતા શોમાં દયા ભાભી માટે નવા કલાકાર માટે કાસ્ટિંગ બંધ કરાયું