Home મનોરંજન - Entertainment કૈલાસ ખેરે ૧૪ વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું આજે….

કૈલાસ ખેરે ૧૪ વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું આજે….

44
0

(જી.એન.એસ),તા.૦૮
મુંબઈ
સુફિયાના સ્ટાઈલથી લોકોના દિલ પર રાજ કરનાર કૈલાશ ખેર સંગીતની દુનિયામાં ખુબ જ મોટું નામ ધરાવે છે. કૈલાશ ખેર આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. ૧૪ વર્ષની ઉંમરે ઘરે છોડવાથી લઈને સ્યુસાઈડ કરવાના પ્રયાસ સુધી ખુબ જ રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી. ૭ જુલાઈ ૧૯૭૩ના પૂજારી મેહરસિંહ પંડિતના ઘરે મેરઠમાં કૈલાશ ખેરનો જન્મ થયો હતો. કૈલાશ ખેરને નાનપણથી જ ગાવાનો ખુબ જ શોખ હતો. પિતા પૂજારી હોવાથી ઘર થતા કાર્યક્રમોમાં લોકગીતો ગાતા હતા. પરંતુ સંગીતની દુનિયામાં મોટું નામ કરવા માત્ર ૧૪ વર્ષની ઉંમરે જ કૈલાશ ખેરે ઘર છોડ્યું હતું. ત્યારે પોતાનું ગુજરાન ચલાવવા વિદેશ વિદ્યાર્થીઓને મ્યુઝિક ટ્યુશન આપી ૧૫૦ રૂપિયા કમાતા હતા. વર્ષ ૧૯૯૯માં કૈલાશે ખેરે મિત્ર સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ ધંધામાં નુકસાન જતા કૈલાશ ખેર ડિપ્રેશનમાં જતા હતા હતા. તે સમયે તેમને આપઘાત કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ તે બાદ કામની શોધમાં સિંગાપોર અને થાઈલેન્ડમાં ગયા હતા. જે ૬ વર્ષનો સમય કૈલાશ ખેરે વિતાવ્યો હતો. વર્ષ ૨૦૦૧માં મુંબઈ આવી કૈલાશ ખેરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેમણે અનેક જિંગલ ગાઈ હતી. અને તેના માટે તેને ૫ હજાર રૂપિયા મહેનતાણું મળ્યું હતું. આ સમયગાળામાં કૈલાશ ખેરે કોલા, સિટીબેંક, પેપ્સી, ૈંઁન્ અને હોંડા મોટરસાઈકલ માટે અવાજ આપ્યો હતો. વર્ષ ૨૦૦૩માં કૈલાશ ખેરને પહેલી બોલીવુડ ફિલ્મ અંદાજમાં ગીત ગાવાનો મોકો મળ્યો. જેમાં રબ્બા ઈશ્ક ના હોવે સુરહીટ ગીતથી કૈલાશ ખેરે શ્રોતાઓના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. ત્યાર બાદ તો ફિલ્મ વૈસા ભી હોતા હૈમાં અલ્લા કે બંદે હમ ગીત ગાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ લોકપ્રિય બન્યું છે. સૂરીલા અવાજ માટે કૈલાશ ખેરને પદ્મશ્રીનો સન્માન પણ મળ્યું છે. સૂરીલા અવાજથી આજે કૈલાશ ખેરે સંગીતની દુનિયામાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. જેનાથી એક અનુમાન મુજબ કૈલાશ ખેરની નેટવર્થ ૩૫ મિલિયન ડોલર છે. એટલું જ નહીં પણ તેમની કમાણી ૨થી ૫ મિલિયન ડોલર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની પ્રથમ પુણ્યતિથિએ તેમના વિશે જાણો
Next articleજાપાનમાં પૂર્વ વડાપ્રધાન શિંજાે આબેનો ભારત સાથે ગાઢ સંબંધ હતો