Home દુનિયા - WORLD જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત

61
0

(જી.એન.એસ),તા.૧૧
વોશિંગ્ટન


હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ વેકેશન પર ગયા છે. સતત કોન્સર્ટ કરતો જસ્ટિન હવે પોતાના શરીરને થોડો સમય આરામ આપી રહ્યો છે. તેનું કારણ એ છે કે તે એક દુર્લભ બીમારીથી પીડિત છે. જસ્ટિન બીબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે તેને રામસે હંટ સિન્ડ્રોમ નામની બિમારીથી પીડિત છે. જેણા કારણે તેના અડધા ચહેરા પર પેરાલિસિસ થઈ ગયો છે. જસ્ટિને તેના ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. સાથે, તેમણે વચન પણ આપ્યું હતું કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે અને પાછા સ્ટેજ પર પરત ફરશે. જસ્ટિને જણાવ્યું છે કે તે ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ ચહેરાની કસરતો કરી રહ્યો છે જેથી તેનો ચહેરો ફરી એકવાર સામાન્ય થઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું છે કે તે નથી જાણતો કે તેમાં કેટલો સમય લાગશે પરંતુ તેને ભગવાનમાં વિશ્વાસ છે. જસ્ટિન બીબરના ચાહકો અને હોલીવુડના પ્રખ્યાત સેલેબ્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપીને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કરીને જસ્ટિન બીબરે ફેન્સને જણાવ્યું છે કે તેઓ પોતાનો કોન્સર્ટ શોને કેમ કેન્સલ કરી રહ્યા છે? વીડિયોમાં જસ્ટિન કહે છે કે, ‘મને આ બીમારી એક વાયરસને કારણે થઈ છે, જે મારા કામ અને ચહેરાની નસો પર હુમલો કરી રહી છે. જેના કારણે મને મારા ચહેરાની એક બાજુ સંપૂર્ણપણે લકવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મારી એક આંખ ઝબકી રહી નથી. હું એક બાજુથી હસી પણ શકતો નથી અને એક બાજુ મારું નાક હલતું પણ નથી. જસ્ટિન બીબરના કેટલાક પ્રશંસકો તેનો આગામી કોન્સર્ટ રદ થવાથી ખૂબ નારાજ હતા. તેમણે એક સંદેશ આપતા જસ્ટિને જણાવ્યું છે કે તે હાલના સમયે સ્ટેજ પર શારીરિક રીતે પરફોર્મ કરી શકે તેમ નથી. ડોક્ટરોએ તેમને આરામ કરવા જણાવ્યું છે. તેણે વીડિયોમાં આ વિશે જણાવ્યું છે કે, ‘આ બાબત ખૂબ જ ગંભીર છે, તમે જોઈ શકો છો. હું ઈચ્છું છું કે કાશ મારી સાથે આવું થવું જોઈતું નહોતું પરંતુ મારું શરીરે મને ઈશારો કર્યો છે કે મારે થોડો આરામ કરવો જાેઈએ. હું આશા રાખું છું કે તમે મારી સ્થિતિને સમજી શકશો અને હું આ સમય આરામ કરવા અને રિલેક્સ કરવા માટે લઈશ, જેથી હું ૧૦૦ ટકા સ્વસ્થ થઈને પાછો સ્ટેજ પર પાછો ફરું, અને હું જે કરવા માટે મારો જન્મ થયો છે. રામસે હન્ટ સિન્ડ્રોમ અથવા આરએચએસ એક દુર્લભ ન્યુરોલોજીકલ રોગ છે. તેમાં કાનની આસપાસ, ચહેરા પર અથવા મોં પર પીડાદાયક ફોલ્લીઓ થાય છે. આ સિવાય દર્દીના ચહેરા પર લકવો પણ થઈ શકે છે. તેનાથી કાનમાં બહેરાશની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. આ દુર્લભ રોગ ત્યારે થાય છે જ્યારે વેરિસેલા-ઝોસ્ટર વાયરસ માથાની નસમાં ચેપ લગાડે છે. આ વાયરસ બાળકોમાં ચિકનપોક્સ અને પુખ્ત વયના લોકોમાં દાદરનું કારણ બને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે
Next article‘વિક્રમ વેધા’ ફિલ્મમાં હિૃતિક – સૈફનો લુક થયો રિવીલ