Home દેશ - NATIONAL પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે

66
0

(જી.એન.એસ),તા.૧૧
નવીદિલ્હી
પશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો ર્નિણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ અનરિઝર્વ્‌ડ ટિકિટ આપવામાં આવશે, જેનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે. ટ્રેન નંબર ૦૯૨૦૨ ભાવનગર-બાંદ્રા ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ૧૫ જૂન, ૨૦૨૨ (બુધવાર)ના રોજ સવારે ૦૭.૩૦ વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશને રાત્રે ૨૧.૫૦ પર પહોંચશે.અને પરતમાં ટ્રેન નંબર ૦૯૨૦૧ બાંદ્રા ટર્મિનસ ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ ૧૬મી જૂન, ૨૦૨૨ (ગુરુવાર) ના રોજ ૧૯.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૨૫ કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેની યાત્રા દરમિયાન રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નં. ૦૯૨૦૪ ભાવનગર ટર્મિનસ-સુરત પરીક્ષા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ૧૪ જૂન, ૨૦૨૨ (મંગળવારે) સવારે ૦૭.૩૦ વાગ્યે ઉપડશે અને સુરત સ્ટેશને સાંજે ૧૭.૩૦ વાગે પહોંચશે. પરતમાં ટ્રેનનં.૦૯૨૦૩ સુરત-ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ સુરત સ્ટેશનથી ૧૭ જૂન, ૨૦૨૨ (શુક્રવાર)ના રોજ ૧૯.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૪૦ કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેની યાત્રા દરમિયાન માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.ટ્રેન નંબર ૦૯૪૨૨ અમદાવાદ-ઇન્દોર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા.૧૪ જૂન ૨૦૨૨ (મંગળવાર)ના રોજ ૦૮:૪૦ કલાકે અમદાવાદથી ઉપડશે અને ૧૮:૩૦ કલાકે ઇન્દોર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૪૨૧ ઈન્દોર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ ૧૭ જૂન ૨૦૨૨ (શુક્રવાર) ના રોજ રાત્રે ૨૩:૩૦ વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૮:૪૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં આણંદ, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર, સેકન્ડ સીટીંગ અને જનરલ ક્લાસ કોચ હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર
Next articleજસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત