(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી 10મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ ૫ મી ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન માય ભારત ગાંધીનગર અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી લયી રહ્યા છે. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે શ્રી હર્ષદ ભાઈ પટેલ વાઇસ ચાંસલરશ્રી ગુજરાત વિદ્યાપીઠ, શ્રી ડી ડી કાપડિયા (આઇએએસ) સચિવશ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, શ્રી દુષ્યંત ભટ્ટ રાજ્ય નિર્દેશક નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત, શ્રી રજનીકાંત સુથાર લોકપાલ નરેગા, શ્રીમતી અંજલિબેન પટેલ એનએસએસ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, શ્રી જીગર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી ભુજ, અહમદાબાદ, ભાવનગર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી કુંતલ નિમાવત અને રિદ્ધિ દ્વારા જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.