Home મનોરંજન - Entertainment છેલ્લો દિવસ’ વાળી જોડીએ ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કરી રિલેશનશીપ

છેલ્લો દિવસ’ વાળી જોડીએ ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કરી રિલેશનશીપ

47
0

(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ


તમે અર્બન ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જોઈ છે કે નહીં. જો, હા તો તેમાં યશ સોની એટલે ફિલ્મનો નિખિલ-નિકને તો જાણતા હશો. અને કોલેજની સૌથી સુંદર છોકરી એટલે પૂજા (રિયલ લાઈફમાં જાનકી બોડીવાલા). કોલેજના પહેલા દિવસથી એકબીજાને પસંદ કરતાં બંને પ્રેમી છેલ્લા દિવસે એકબીજાને પ્રપોઝ કરે છે. અને બંનેની જોડી બની જાય છે. પરંતુ આ જ પ્રેમી જોડી હવે રિયલ લાઈફમાં પણ જોવા મળશે. કેમ કે યશ સોની અને જાનકી બોડીવાલાએ કન્ફર્મ કર્યું છેકે તેઓ એકબીજાને ડેટ કરે છે. ફિલ્મમાં એક ગીત આવે છે કે કહેવું ઘણું ઘણું છે.. પરંતુ રિયલ લાઈફમાં બંનેએ એકબીજાને ઘણું કહી દીધું છે. યશ સોની અને જાનકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગૂડ ન્યૂઝ શેર કરતાં લખ્યું કે વન પ્લસ વન બરાબર પરિવાર. ઉફ સમસ્યાઓ હોવા છતાં આ વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે એકસાથે ખુશ છીએ. અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનની આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવતા રહેજો. વધુ તસવીરો ઝડપથી આવશે. જોડાયેલા રહેજો. યશ સોની છેલ્લો દિવસ પછી ચાલ જીવી લઈએમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં જે રીતે સિદ્ધાર્થ રાંદેરિયા અને યશ સોનીએ રોલ ભજવ્યો હતો. જેને જોઈને અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. પાપા પગલી અને ચાંદને કહો આજે પણ લોકોના ફોનમાં રિંગટોન સ્વરૂપે સાંભળવા મળે છે. જ્યારે જાનકી ઓ તારી, તંબુરો, છૂટી જશે છક્કા અને તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે મ્યૂઝિક વીડિયો રાધાને શ્યામમાં જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમંદિરે જતી વખતે તનુશ્રી દત્તાનો થયો અકસ્માત
Next articleએમેઝોન સામે પ્રિસક્રિપ્શન વગર દવા આપવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદના તપાસમાં મોટો ખુલાસો થયો