Home દુનિયા - WORLD એમેઝોન સામે પ્રિસક્રિપ્શન વગર દવા આપવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદના તપાસમાં મોટો ખુલાસો...

એમેઝોન સામે પ્રિસક્રિપ્શન વગર દવા આપવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદના તપાસમાં મોટો ખુલાસો થયો

63
0

(જી.એન.એસ),તા.૦૩
મહારાષ્ટ્ર
ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મહારાષ્ટ્રએ ઇ-કોમર્સ વેબસાઈટ એમેઝોન સામે એફઆઇઆર નોંધી છે. એમેઝોન દ્વારા અબોર્શન ડ્રગનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાણવા મળ્યું હતું. જો કે, આ દવાના વેચાણ માટે વેબસાઈટ કોઈપણ પ્રકારનું પ્રિસક્રિપ્શન પણ માંગી રહી નથી. મળતી માહિતી અનુસાર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાણવા મળ્યું કે A-Kare બ્રાન્ડની ગર્ભપાતની દવાનો ઓર્ડર એમેઝોને સ્વીકારી લીધો. જેના માટે ઓર્ડર કરનાર પાસેથી કોઈ પ્રકારનું પ્રિસક્રિપ્શન પણ માંગ્યું નથી. થોડા સમય પછી એડ્રેસ પર A-Kare બ્રાન્ડની અબોર્શનની દવાની ડિલિવરી પણ કરવામાં આવી હતી. જો કે, આ સાથે પણ કોઈ પ્રકારનું બીલ આપવામાં આવ્યું ન હતું. ડિલિવરીમાં જણાવવામાં આવ્યું હતું કે, સંબંધિત દવા ઓડિશાથી ડિલિવરી કરવામાં આવી છે. પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે, દવા ઓડિશામાં કોઈ વિક્રેતાના ત્યાંથી ડિલિવરી કરવામાં આવી નથી પરંતુ સેલર આઇડી એક અન્ય શખ્સના નામથી રજિસ્ટર્ડ હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એમેઝોન પર ધ્વજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. તે સમયે પણ કંપની સામે એફઆઇઆર નોંધાવવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લો દિવસ’ વાળી જોડીએ ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કરી રિલેશનશીપ
Next articleવૈજ્ઞાનિકોએ કોવિડ-19નાં ઓમિક્રોન સબ-વેરિએન્ટ XEની પુષ્ટિ કરતા કહ્યું, “ડરવાની વાત નથી, બધુ ઠીક છે”