Home દેશ - NATIONAL ચૂંટણી સંપૂર્ણપણે એકતરફી, કોંગ્રેસ મેદાન છોડીને ભાગી ગઈ : હિમાચલમાં બોલ્યા મોદી

ચૂંટણી સંપૂર્ણપણે એકતરફી, કોંગ્રેસ મેદાન છોડીને ભાગી ગઈ : હિમાચલમાં બોલ્યા મોદી

1456
0

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. પીએમ મોદીની તાબડતોડ રેલીઓ શરૂ થઈ ગઈ છે. આજે તેમણે ઉનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું કે આ વખતે મજા આવતી નથી કારણ કે કોંગ્રેસ પાર્ટી મેદાન છોડીને ભાગી ગઈ છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મીડિયામાં પણ ભાજપ અંગે લખવામાં આવી રહ્યું છે. અરે ભાઈ કોંગ્રેસના નેતા આવત અને ધૂમલ નહીં તો મોદી ઉપર પ્રહારો કરત… પરંતુ આ વખતે કશું જોવા મળી રહ્યું નથી. આ ચૂંટણી સંપૂર્ણપણે એકતરફી થઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે જનતાને કોંગ્રેસના ઈરાદાઓની જાણ થઈ ગઈ છે. આજે સામાન્ય મતદાતા પણ એ અંતર સમજી રહ્યો છે કે કામ કરનારી સરકાર કેવી હોય છે અને કમજોર સરકાર કેવી હોય છે. તેમણે કહ્યું કે જ્યારે રાજીવ ગાંધી પીએમ હતાં ત્યારે તેઓ એક નિવેદન આપતા હતાં કે દિલ્હીથી એક રૂપિયો નિકળે છે અને ગામડામાં જતાં જતાં 15 પૈસા રહી જાય છે. પીએમએ કહ્યું કે આ કયો પંજો હતો જે રૂપિયાને ઘસી નાખતો હતો. દેશની આઝાદીથી લઈને કોંગ્રેસ પાર્ટી સૌથી વધુ સત્તામાં રહી છે પરંતુ તેનું કોઈ સમાધાન તેણે શોધ્યું નથી. રાજીવ ગાંધીએ બીમારી તો બતાવી પરંતુ તેનો ઈલાજ ન કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે દિલ્હીથી એક રૂપિયો નિકળશે તો ગરીબના ખિસ્સામાં પૂરા 100 પૈસા જશે. હવે કોઈ પણ પંજો ગરીબનો હક મારી શકશે નહીં. અમે રોજ સફાઈ કરી રહ્યાં છીએ અને ભ્રષ્ટાચારરૂપી ગંદકી કાઢીને જ રહીશું. પીએમએ કહ્યું કે આધારથી લોકોના એકાઉન્ટને જોડવામાં આવ્યાં અને તેનાથી કરોડો રૂપિયાની બચત થઈ. આ અગાઉ નકલી ટીચરો પગાર ખાતા હતાં, અપાત્રને વિધવાનું પેન્શન મળતું હતું પરંતુ હવે આ બધુ બંધ થઈ ગયું.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં હિમાચલની તમામ ચૂંટણી સાથે મારો સંબંધ રહ્યો છે. સ્પષ્ટ ખબર પડે છે કે હવાની દિશા કઈ બાજુ છે, પરંતુ હિમાચલમાં હવા નહીં ભાજપની આંધી ચાલી રહી છે. ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થાને લઈને લોકોમાં ખુબ ગુસ્સો છે. આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે. મોદીએ કહ્યું કે પહેલા 57000 કરોડ રૂપિયા વચેટિયા ખાઈ જતા હતાં, પરંતુ અમે તેના પર તાળા મારી દીધા. વળી પાછો કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ઘરમાં ખિચડી કાચી રહી જાય તો લોકો મોદી પર ગુસ્સો ઉતારે છે કારણ કે તેમની દુકાનો બંધ થઈ ગઈ છે.
પીએમ મોદીએ દાવો કર્યો કે દેશમાં વિકાસ પર જ ચર્ચા થવી જોઈએ. કોઈ પણ વ્યાપારી સંગઠને GSTનો વિરોધ કર્યો નથી. પહેલા નાના વેપારીઓને સૌથી વધુ પરેશાનીઓ થતી હતી. ઓક્ટ્રોય નાકાઓ પર ટ્રકો કેટલાય દિવસો સુધી ઊભી રહેતી હતી, જીએસટીના કારણે કાર્ગો ખર્ચ ઓછો થયો છે. જેનાથી સામાન્ય લોકોને રાહત મળી છે. GST લાગુ થયા બાદ ગત મહિને થયેલી બેઠકમાં તમામ સમસ્યાઓનું સમાધાન કાઢવામાં આવ્યું. જે સમસ્યાઓ બચી છે તેને 9-10 તારીખની જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૂર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નોટબંધીના કારણે કાશ્મીરમાં આતંક ફેલાવનારાઓ જેલોમાં બંધ છે. હવાલાકાંડનો ખુલાસો થયો. કાશ્મીરમાં પાકિસ્તાનથી આવનારા ફંડની સંપૂર્ણ જાણકારી મળી છે પરંતુ તેનાથી કોંગ્રેસને પરેશાની છે. તેઓ બ્લેક ડે મનાવવાની તૈયારી કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ ભલે આંદોલન કરે પરંતુ અમે ઈમાનદારીનું અભિયાન જારી રાખીશું. પીએમ મોદીએ કહ્યું કે અમે 3 લાખ કંપનીઓ પર તાળા લગાવ્યાં જે ફક્ત દસ્તાવેજો પર હતી. એક કંપની તો એવી મળી જેના 2100 બેન્ક એકાઉન્ટ હતાં.
પીએમ મોદીએ કેન્દ્રના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હિમાચલને રેલવે, રસ્તાઓ અને હવાઈમાર્ગથી જોડવામાં આવશે. કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું કે બીમારીઓ આપનારા આજે જવાબ માંગી રહ્યાં છે. વડાપ્રધાને કહ્યું કે જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમણે જવાબ આપવા પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ-કોંગ્રેસ કરતાં બાપૂની સરકારના નિર્ણયો પ્રજાલક્ષી,ખેડૂતલક્ષી હતાં
Next articleસાહેબ જૂની નોટને ફેકી દઈ નવી નોટ ને વાપરવાના શોખીન છે