Home જનક પુરોહિત સાહેબ જૂની નોટને ફેકી દઈ નવી નોટ ને વાપરવાના શોખીન છે

સાહેબ જૂની નોટને ફેકી દઈ નવી નોટ ને વાપરવાના શોખીન છે

1423
0

૮ મી નવેમ્બર એટલે નોટબંધી દિવસ . સમગ્ર દેશમાં એક સપ્તાહ સુધી નોટબંધીની ઘટના ઉપર ચર્ચા – ટીકા , અને કાર્યક્રમો ચાલ્યા કરશે . આ ઘટના જ એવી હતી કે દેશનો કોઈ નાગરિક તેને ભૂલી શકે તેમ નથી . ગરીબ હોય કે તવંગર તમામની ઉંઘ હરામ કરી દેનારી આ ઘટના હતી .
આ ઘટનાથી ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ ઘણું સહન કરવું પડ્યું હતું . તેમને પણ આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું . આમ છતાં ભાજપના નાના મોટા તમામ કાર્યકરોએ તંગડી ઉચી રાખવી પડી છે .
એક ભાજપી મિત્ર સાથે નોટબંધીની અસરો અંગે વર્તમાન પત્રોમાં આવેલી વિગતો અંગે ચર્ચા ચાલતી હતી . તેમણે આખીએ ચર્ચાને રાજકીય સ્વરૂપ આપી મજાક શરુ કરી . તેમણે કહ્યું “ અમને તો પહેલેથી જ ખબર છે , કે સાહેબને જૂની નોટો પસંદ જ નથી . સાહેબ સી.એમ બન્યા ન હતા , અને માત્ર ભાજપના પ્રદેશ મહામંત્રી હતા , ત્યારથી જૂની નોટો વીણી વીણી ને એક બાજુ ફેકતા ગયા અને નવી નોટોનો ઉપયોગ કરતા ગયા . શરૂઆત ગુજરાતમાંથી થઇ , મુખ્યમંત્રી બન્યા પછીતો જૂની નોટોનું અસ્તિત્વ જ રહેવા નથી દીધું . અને વડાપ્રધાન બન્યા પછી રાષ્ટ્રીય કક્ષા એ થી જૂની નોટોને એક બાજુ ખૂણામાં ધકેલી દીધી છે . સાહેબને જે શોખ હોય છે તે પુરા કરે છે . પછી તેમાં ફાયદા – નુકસાનનો ક્યારેય વિચાર કરતા નથી . ગુજરાતમાં કેશુભાઈ જેવાં કોઠા સુજ ધરાવતા નેતા જૂની નોટ ના કારણે જ ન ચાલ્યા . અને વડાપ્રધાન પદ માટેના લાયક નેતા અડવાણી જૂની નોટ હોવા થી જ ખૂણામાં ધકેલાઈ ગયા . સાહેબ ને જૂની નોટો ગમતી જ નથી . દેશની જનતા ને પણ તેમના શોખનો પરિચય થઇ ગયો . જૂની નોટ નાબુદ કરવાથી જે નુકસાન થવાનું હોય તે થાય પણ નવી નોટ જ જોઈએ .”
ભાજપી મિત્રની વાતમાં દમ તો છે જ . ભાજપની જ નહિ , તેમણે તો બીજા પક્ષની જૂની નોટો ને પણ અસર કરી છે . યુ.પી હોય કે બિહાર અન્ય પક્ષોમાં પણ નવી નોટો અમલમાં આવી . અને ફાયદા કરતાં નુકસાન વધુ હોવા છતાં સાહેબે શોખ ખાતર જ નોટબંધી કરી હોવાનું તો અત્યારે જાહેર થતાં આકડાઓ પરથી સ્પષ્ટ થાય છે . ન તો કાળુનાણું જાહેર થયું , ન તો આતંકવાદી પ્રવૃત્તિ ઘટી , કે નતો લોકો ઈ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા . દેશની તિજોરી ઉપર નવી નોટો છાપવાનો મોટો ખર્ચ નાખ્યો અને છતાં સાહેબ ખુશ છે .
કોંગ્રેસને ચિંતા – આટલી ખરાબ સ્થિતિ છતાં ભાજપને ૧૫૦ બેઠકનો આત્મવિશ્વાસ કેમ ?
કોંગ્રેસના એક અગ્રણી સાથે ફોન પર વાત ચિત ચાલતી હતી . વાત ચુંટણીની તૈયારીઓ અંગેની હતી . કોંગ્રેસી મિત્ર એ હતાશા સાથે વાત કરી “ સાલું મને એ નથી સમજાતું કે અમે દિવસ – રાત મહેનત કરીએ છીએ . પ્રજામત ભાજપ વિરોધી છે . અમે પ્રજાના જેટલા પ્રશ્નો ઉછાળીએ છીએ , તેનો ભાજપ કોઈ જવાબ પણ આપી શકતો નથી . ભાજપના નેતાઓ કાર્યકરોની જ બેઠકો કરે છે . પ્રજા વચ્ચે તો હજુ ગયા પણ નથી . આમ છતાં ૧૫૦ + બેઠકો જીતવાનો તેમનો આત્મવિશ્વાસ મને ચિંતા જનક લાગે છે . એવી તો કઈ કરામત તેઓ કરશે કે છેલ્લા દિવસે મતદાન ભાજપ તરફી જ થઇ જાય . ખુદ ભાજપાના કાર્યકરો ઇચ્છતા નથી કે આ વખતે ભાજપને વધુ બહુમતિ મળે . કિનારા પરની બેઠકો મળે તેવું ભાજપના કાર્યકરો ઈચ્છે છે . અને અમિત શાહ ૧૫૦ થી વધુ બેઠકો માટે જે આત્મવિશ્વાસ સાથે દાવો કરે છે , તે જોતા કોઈ મોટી ગડબડ જરૂર થવાની એવું લાગે છે . ૧૮ ડિસેમ્બરે ફરી અમારે ભાજપની કરામતને આગળ ધરવી પડે તો નવાઈ નહિ . કારણકે યુ.પી માં તેમના દાવા સફળ થયાં છે . ત્યાં પણ આટલી સારી સ્થિતિ તો ન હતી કે પૂર્ણ બહુમતિ મળે. જોઈએ , અમે બુથ ઉપર શક્ય તેટલું ધ્યાન રાખીશું .”
કોંગ્રેસના આ નેતા ને શંકા છે કે ભાજપ પ્રજામત થી નહિ , પણ કંઇક અન્ય માર્ગ અપનાવીને સત્તા હાંસલ કરશે .

બાપુએ ઉમેદવારો પસંદ કરી પ્રચાર શરુ કર્યો . હવે જોઈએ કે કોને ઘસરકો પહોચાડે છે

શંકરસિંહ બાપુએ જનવિકલ્પ પાર્ટીના ઉમેદવારોની પસંદગી શરુ કરી દીધી છે. એટલું જ નહિ , વર્તમાન પત્રોમાં જાહેર ખબરની શરૂઆત પણ જનવિકલ્પ પાર્ટીએ કરી છે . જેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે , તેમને પ્રચાર સાહિત્ય પણ આપવામાં આવે છે . આટલી વહેલી શરૂઆત કર્યા પછી સવાલ એ આવે છે કે સામાન્યરીતે જીતવા માટે અન્ય પક્ષના ઉમેદવાર કોણ આવે છે , જ્ઞાતિ – જાતિ ના સમીકરણો ધ્યાને લેવા પડે છે . બાપુ તો તેના માસ્ટર માઈન્ડ ગણાય છે . આમ છતાં તેમણે બીજા પક્ષના ઉમેદવાર જે કોઈ આવે , તેની ચિંતા કર્યા વિના પોતાના ઉમેદવારો જાહેર કરી દીધાં છે . આથી થશે એવું કે બાપુના ઉમેદવાર ભાજપને પણ ઘસરકો પહોચાડી શકે છે . જોકે એક મિત્ર એ કહ્યું હતું કે આ તો હજુ શરૂઆત છે . ભાજપના ઉમેદવાર જાહેર થયાં બાદ શક્યા છે કે કેટલીક બેઠકો પર બાપુ ઉમેદવાર ઉભા ન પણ રાખે , અથવા ઉમેદવાર બદલી પણ નાખે . સમય ઘણો છે . બાપુ ને કશું ગુમાવવાનું બાકી રહ્યું નથી . જે ગુમાવવાનું હતું તે ગુમાવી ચુક્યા છે .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી સંપૂર્ણપણે એકતરફી, કોંગ્રેસ મેદાન છોડીને ભાગી ગઈ : હિમાચલમાં બોલ્યા મોદી
Next articleબાપુ બોલે તે જીઆર. શંકરસિંહ જેવી નિર્ણયશક્તિ ધરાવતો કોઇ નેતા આજે ગુજરાતમાં કોઇ છે ખરો..?