Home હર્ષદ કામદાર ચૂંટણીફંડના દાનવીર દાતાઓના નામ ઉપર પડદો શા માટે….?

ચૂંટણીફંડના દાનવીર દાતાઓના નામ ઉપર પડદો શા માટે….?

666
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
તાજેતરમાં વિપ્રો કંપનીના માલિક અજીમ પ્રેમજીએ ૫૪ હજાર કરોડનું દાન કર્યુ. ટાટા કંપની સમાજસેવા અને સંશોધન ક્ષેત્રમાં દાન કરવાને માટે પાછું વળીને જોતી નથી. ધાર્મિક સ્થળો પર નાની નાની ધર્મશાળાઓની દિવાલો ઉપર દાતાઓના નામ જોવા મળશે. પરંતુ રાજકીય પક્ષોને ચૂંટણી પણ આનારના નામ નહી જાણી શકીએ. એવું નથી કે આ દાતાઓ ૧૦૦૦ કે ૨૦૦૦ રૂપિયા દાન કરે છે. વર્તમાન સરકારે રાજકિય પક્ષોને ફંડ આપવાવાળાઓની સરળતા માટે ઈલેક્ટોરલ બાન્ડ જાહેર કર્યા છે. જે સરકારી બેંક થી લઈને કોઈપણ પક્ષને ચાહે એટલુ ફંડ આપી શકે છે. પરંતુ પક્ષ તેનું નામ જાહેર નથી કરી શકતો. ઇન્કમટેક્ષ વિભાગને પણ નામ નથી આપી શકતા. ખાનગી કંપનીઓ પોતાના હિસાબ-કિતાબમાં પણ કોને ચુટણી ફંડ આપ્યું તે બતાવે કે ના પણ બતાવે તો પણ ચાલશે. બેંક ની પાસે આવા ઇલેક્ટ્રોરલ બાન્ડ ખરીદવા વાળાના નામ તો છે. અને હશે. પરંતુ બેંક આ નામ બતાવવાને માટે બંધાયેલ નથી. બેંક પણ આવા દાતાઓના નામ નથી બતાવી શકતી. માની લો આ બધું ખાનગી, ગુપ્ત. છે પરંતુ સૌથી વધુ ફંડ જાહેર છે કે સત્તાધારી પક્ષને મળે છે. એટલા માટે ભાજપને કરોડનું ચૂંટણી પણ મળ્યું. તેની સાથે કોંગ્રેસને પણ ઇલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા ફંડ મળ્યુ. પરંતુ તેને મળેલ નાણાં ભા.જ.પથી ઘણા જ ઓછા છે. પરંતુ તેને ફંડ આપવા વાળાના નામ નથી મળી શકતા.
રાજકીય પક્ષો ઉપર હર હંમેશ આરોપ લાગતા રહે છે કે તેમને જે ફંડ મળે છે એ કાળા નાણા હોય છે. પરંતુ ક્યારેય કોઈ રાજકીય પક્ષ ની વિરુદ્ધ ઇન્કમટેક્સની કાર્યવાહી કદાચજ થઈ હશે. રાજકીય પક્ષોને આરટીઆઈ અનુસંધાને લાવવાને માટે ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈપણ પક્ષ તૈયાર નથી. કેમ કે તેમને ખબર છે કે શું જાણકારી માગવામાં આવશે. એટલા માટે તેને આરટીઆઇ અનુસંધાને દૂર રાખવામાં આવેલ છે. ઇલેક્ટોરલ બાન્ડથી પક્ષોને ફંડ દેવાની પ્રક્રિયા શંકાના ઘેરામા છે. કોને કેટલુ ફંડ દીધું અને બદલામા તેને સરકાર તરફથી શું ઉચીત કે અનુચિત લાભ મળ્યા તેની જાણકારી નથી મળી શકતી. આખરે તેના પર પડદો શા માટે…..?
વડાપ્રધાન મોદી તો જનતા જનાર્દનને સરકારના કામકાજ અંગે બધું જ બતાવવામા માને છે. મન કી બાત માં કહે પણ છે. કાળુ ધન જ્યાં પણ હોય તેને શોધી કાઢવાની કસમ ખાધી છે. નોટ બંધી એટલા માટે કરી હતી કે તેનાથી કાળુ ધન ખતમ થઈ જશે. કેટલું કાળું નાણું આવ્યુ છે એ તો એ સમયના આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ જાણે જ છે. રાજકીય પક્ષોને કરોડોનું ફંડ આપવા વાળાને પછી સરકારની તરફથી શું ફાયદા મળ્યા શું એ જાણવાનો મતદાતાઓનો મૂળભૂત અધિકાર નથી કે શુ…? રાજકીય પક્ષ ફક્ત ફંડદાતાનું નામ જાહેર કરે. મતદાતા પોતાની મેળે જ શોધી લેશે કે આ દાનવીરો કોણ છે. અને એની કંપની કે ફર્મને સરકારથી શું મળ્યું. પારદર્શી સુશાસનમાં માનવાવાળા વડાપ્રધાન અને તેમનો પક્ષ ઇલેક્ટોરલ બાન્ડ દ્વારા દાન આપવા વાળાના નામ જાહેર ના કરે તો શું દેશ એવું માની લે કે રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બાન્ડના માધ્યમથી કાળુ ધન મળી રહ્યું છે…..? ક્યાંક એવું તો નથી ને કે… રાજ કી બાત કહેદુ તો જાને મેહફીલ મેં ફિર ક્યા હો… રાજ કો રાજ રહેનેદો….?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખરીદેલા ધારાસભ્યોથી ભાજપ લોકસભા વૈતરણી પાર કરી શકશે ?
Next articleઅમારા બાપ થવાનો શોખ રાખતા નહીં, પત્રકારોના બાપ થવાનો પ્રયત્ન કરનારની સત્તા જતી જોઈ છે