Home ગુજરાત ગાંધીનગર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે  ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં...

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે  ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ‘કૃતાર્થ- ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો

19
0

(G.N.S) dt. 17

ગાંધીનગર,

આજના પરિપ્રેક્ષ્યમાં બાળ સાયકોલોજી સમજી  તેનું રિસર્ચ કરી પરિણામ સમાજ સમક્ષ મુકવું ખુબ જ જરૂરી છેઃ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

          ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ‘સંકલ્પ સે સિદ્ધી કી ઔર કૃતાર્થ ૨૦૨૪’ કાર્યક્રમનું આયોજન કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં  યોજાયો હતો. આ ઉપરાંત  અગ્રણી શ્રી જયરાજસિંહ પરમાર અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રી ભાવેશ પટેલ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

        આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, બાળક સામાજિક મૂલ્યોને ડીએનએમાં વણીને કાંઈક આપવાની ભાવનાથી કામ કરે ત્યારે ભારતને વિશ્વબિંદુ બનાવવાની કલ્પના સાકાર થઈ શકે છે. આજના પરિપ્રેક્ષ્યમાં બાળ સાયકોલોજીને સમજી રિસર્ચ કરવા પર ભાર મુકતાં  મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે નાના હતા ત્યારે ગિલી ડંડા, લખોટીઓ સહિતની રમતો રમતાં હતાં, આજના સમયમાં   બે વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે.

          વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયું છે, જેને સમજવાની જરૂર છે. ગર્ભસંસ્કારથી લઈ બાળક બાળમંદિર જાય, ત્યાં સુધી બાળકની સાયકોલોજી સમજી રિસર્ચ કરી તેના જે પરિણામો આવે તે મા-બાપ, શિક્ષક અને સમાજ સુધી પહોંચાડવું જોઈએ. આવા વિચારો વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને જ આવી શકે, બીજાને આવી શકે નહીં.

        વધુમાં મંત્રી શ્રીએ ઉમેર્યું કે, માતાપિતા એ  બાળકોને ગુજરાતી શિખવવાનું છોડવું જોઈએ નહિ કારણ કે જે ભાષામાં તમે વિચાર, વ્યક્ત અને સમજી શકો તે જ ભાષા તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે તેમ શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સાથે સાથે જ બાળકોને ટેક્નોલોજી, ઈન્ટરનેટ રેડિયો સાથે જોડવાના વિષયના પ્રયાસની સરાહના કરી હતી.

        મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના ૪૦થી પણ વધારે વાર્ષિક કાર્યોનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં લંગડી રમત, ચેસ સ્પર્ધા, અંડર ૧૧ એથ્લેટિક્સ મીટ સહિત બાળકેન્દ્રી સ્પર્ધાઓ છે.

       આ વર્ષ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ચેસ વર્ષ તરીકે ઉજવશે. જેમાં પાંચ લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા ‘સ્ટુડન્ટ ચેસ મીટ’નું પણ આયોજન કરવામાં આવશે. તે ઉપરાંત ૧૧ વર્ષથી નાના બાળકો માટે અંડર એથ્લેટિક્સ મીટ ૧૧ સિઝન ૩.0 પણ યોજવામાં આવશે. જ્યારે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લંગડી રમત યોજાશે.

       ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આજ રોજ આંતરરાષ્ટ્રિય કક્ષાનો એક સેમિનાર, રાષ્ટ્રીય કક્ષાના સાત સેમિનાર, રાજ્ય કક્ષાના એક સેમિનાર અને એક સિમ્પોસિયમનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથોસાથ  ૧૯ જેટલાં સર્ટિફીકેટ કોર્સ અને ૧૬ જેટલાં ઓનલાઈન કોર્સનું વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત બે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ગિજુભાઈનું કેળવણીમાં પ્રદાન પુસ્તક વિમોચન, તેમજ ૪૨ જેટલાં અધ્યાપકોને રિસર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ ઉપરાંત કૃતાર્થ કાર્યક્રમ હેઠળ બાળવ્યક્તિત્વ વિકાસ વ્યાખ્યાન શ્રેણી, બાળસાહિત્ય સંશોધન અને સંવર્ધન કેન્દ્ર, ચિલ્ડ્રન્સ વોઈસ નામે ઈન્ટરનેટ રેડિયો, NCFFS અને NCFSE ના સંવેદનશીલતા પર કન્સલ્ટન્સી પેકેજ , મેગા ટોય ડોનેશન ડ્રાઈવ, ચેતના: સલાહ, પાલનપોષણ અને સ્નેહ દ્વારા સર્વગ્રાહી શિક્ષણ માટે કાઉન્સેલિંગ, ટોય સ્વેપ ડે, માનસિક સ્વાસ્થ્ય પર વેબિનાર, ગિજુભાઈ બધેકા સાથે શિક્ષણ યાત્રા, વાર્તા કથન શિબિર,  શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે  બાળ આનંદયાત્રા-૨ નું પણ વિમોચન આ સાથે કરાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleYRFની ઘણી મોટી આગામી ફિલ્મો આવી રહી છે, કેટલીક તૈયારીઓ શરૂ થઈ ગઈ
Next articleભારતમાં લિંગ સમાનતા માટે મોટું કામ થઈ રહ્યું છે : સ્મૃતિ ઈરાનીએ વર્લ્ડ બેંક ટોપ લીડર્સ સમિટમાં વાત કરી