Home ગુજરાત ગોધરાની ગોન્દ્રા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં આધેડનું કરુણ મોત

ગોધરાની ગોન્દ્રા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં આધેડનું કરુણ મોત

25
0

ગોધરા શહેરના ગોન્દ્રા સર્કલ પાસે પાંચ દિવસ પહેલા એક ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારી લાવી રોડ ક્રોસ કરી જઈ રહેલા એક 60 વર્ષીય આધેડને અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી તાબડતોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ગોધરા શહેરના વ્હોરવાડ ટાવર મેશરી નદીના ઢાળમાં રહેતા નઇમ અબ્દુલ હકીમ મિસ્ત્રી પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલું કે એક ટ્રક ચાલકે પોતાની ટ્રકનં જીજે 17 યુયુ 7014 ની બેફામ હંકારી લાવી તેમના 60 વર્ષીય ફુવા સઈદભાઈ અબ્દુલ મજીદભાઈ શેખ ગોધરા શહેરના ગોન્દ્રા સર્કલ પાસે હાઈવે રોડ ક્રોસ કરતા હતા.

ત્યારે ટ્રક ચાલકે તેમને અડફેટમાં લેતા તેમના ડાબા પગ તેમજ શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ટ્રક ચાલક પોતાની ટ્રક લઈ ભાગી છૂટ્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં બૂટલેગરો – ગેમ્બલરો વચ્ચે અથડામણ, પિતા અને બે પુત્રે માથાભારેના હાથના કાંડા કાપી નાખ્યા
Next articleકરજણમાં વ્યાજખોરે સુથાર પાસેથી વધુ રકમ લેવા પરિવારને મારી નાખવાની ધમકી આપી