Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય...

ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા

9
0

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી 

(જી.એન.એસ) તા. 5

અમદાવાદ,

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી નો પ્રકોપ છે, તાપમાન 40 ડિગ્રી ને પાર નોંધાયું હતું, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ રાજ્યની નીચલી કોર્ટોના વિવિધ જીલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજીસ પાસેથી તેમના જીલ્લા-તાલુકાની અદાલતોમાં મોર્નિંગ કોર્ટો શરૂ કરવા વિશેષ અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશ અનુસંધાનમાં વિવિધ બાર એસોશિયેશન તરફથી વહેલી સવારે કોર્ટોના સમમય બાબતે તેમના અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ઘીકાંટા ફોજદારી કોર્ટમાં સવારે 9 વાગ્યાથી બપોરે 1 સુધી સમય રાખવા સૂચન કરાયું છે. અમદાવાદ ગ્રામ્યમાં સવારે 8 વાગ્યાથી સમય શરૂ કરવા સૂચન કરાયું છે. રાજ્યની લોઅર જ્યુડિશિયરીમાં વિવિધ જીલ્લાઓમાં પ્રિન્સિપાલ જજીસ તરફથી  પુખ્ત વિચારણાના અંતે હાઈકોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. હાલ આ વિષય વિચારાધીન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછત્તીસગઢ થી નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 
Next articleસુરેન્દ્રનગરના દસાડા તાલુકામા ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત