Home ગુજરાત ગાંધીનગર ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા GARC ની વેબસાઈટ પર નાગિરકોને તેમના સૂચનો...

ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા GARC ની વેબસાઈટ પર નાગિરકોને તેમના સૂચનો મોકલવા અનુરોધ

29
0

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ

નાગિરકો પોતાના સૂચનો GARCની વેબ લિંક https://garcguj.in/suggestion પર મોકલી શકશે

(જી.એન.એસ) તા.1

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગુડ ગવર્નન્સને વધુ વેગ આપવા  રાજ્ય સરકારના વહીવટમાં  નાગરિકોના અભિપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા માટે સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ અપનાવ્યો છે.

રાજ્યની સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને વધુ ગતિશીલ બનાવવા તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે તાજેતરમાં જ  ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને  ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC)ની રચના કરી છે અને આ પંચ સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

આ પંચે માત્ર એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને તાજેતરમાં સુપરત કર્યો છે.

રાજ્યના નાગરિકો આ નવરચિત ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની વેબસાઈટ પર સૂચનો મોકલી શકે અને સરકારમાં વહીવટી સુધારણાના ઉદ્દેશ્યને વધુ સારી રીતે સાકાર કરી શકાય તે માટે  લોકો પાસેથી અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે.

GARCની વેબસાઈટ લિંક https://garcguj.in/suggestion પર રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય મોકલી શકશે.

વહીવટી સુધારણા પ્રક્રિયામાં નાગરિકોની સહભાગિતા પ્રેરિત કરવા તેમના સૂચનો અને સુઝાવો મંગાવવાનો આ અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના “લોકોના, લોકો દ્વારા ચાલતા, લોકો માટેના” ગુડ ગવર્નન્સની વિભાવના  વધુ પ્રબળ બનાવવામાં  ઉપયોગી નિવડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field