Home ગુજરાત ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની આ શાળાએ ફી વધારો પાછો ખેંચવાની કરી પહેલ

ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની આ શાળાએ ફી વધારો પાછો ખેંચવાની કરી પહેલ

366
0

જી.એન.એસ, તા.૧૩
ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર ફી નિયંત્ર લાદવા માટે ફી નિયમન બિલ વિધાનસભામાં પસાર કરી ગઇકાલે રાજ્યપાલે પણ મંજૂરીની મ્હોર મારતા હવે કાયદો અમલમાં આવશે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત
અમદાવાદની ખ્યાતનામ ખાનગી સ્કૂલે ફીમાં ઘટાડો કર્યો છે. ડ્રાઈવ-ઈન રોડ પર આવેલી એશિયા ઈંગ્લિશ સ્કૂલના વાલીઓના સરકારે નિયત કરેલા ધોરણ મુજબ ફી લેવાના આગ્રહ સામે શાળા સંચાલકોને ઝૂકવું પડ્યું છે.
એશિયા ઈંગ્લિશ સ્કૂલના વાલીઓને રૂ.૩૦ હજાર ફી ભરવા માટે સૂચના આપી હતી, જોકે તેની સામે વાલીઓએ વિરોધ કર્યો હતો. આજે શાળામાં મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા અને સરકારે નક્કી કરેલાં ધોરણો
મુજબ જ ફી ભરવાનો આગ્રહ રાખ્યો હતો, જોકે શાળા સંચાલકોએ હાલ શાળામાં જે ફીનું ધોરણ છે તે મુજબ ફી ભરવા જણાવ્યું હતું. વાલીઓને એવી ખાતરી અપાઈ હતી કે ફીના નવા ધોરણ મુજબ વધારાની ફી પાછળથી
એડજસ્ટ કરી દેવાશે. જોકે વાલીઓએ ઈન્કાર કરતાં છેવટે સંચાલકોને તેમની વાત માનવી પડી હતી.
હવે એશિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા કાયદા મુજબ 15,000ની વાર્ષિક ફી પ્રમાણે પહેલા ત્રણ માસની 3,750ની ફી ભરશે. બાદમાં ફી નિયમન સમિતિ સમક્ષ સ્કૂલ ફી વધારાનું વ્યાજબી કારણ દર્શાવશે અને વાલીઓની
સહમતીથી વધારાની ફી સરભર કરવા વાલીઓએ સહમતી દર્શાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field