Home ગુજરાત પાટીદાર સમાજની માંગણીમાં રસ હશે તો PM મળવાનો સમય આપશેઃ હાર્દિક

પાટીદાર સમાજની માંગણીમાં રસ હશે તો PM મળવાનો સમય આપશેઃ હાર્દિક

279
0

જી.એન.એસ, તા.૧૩ સુરતઃ
પાસ નેતા હાર્દિક પટેલ હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ બારમાં ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ બે વર્ષથી ન્યાયની માંગણી કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનને મળવા દેવા માટે સમય પણ માંગવામાં આવ્યો છે. ત્યારે જો તેમને પાટીદાર સમાજની માંગણીઓમાં રસ હશે તો મળવા દેવાશે. સાથે જ હાર્દિકે દારૂબંધી અને ડ્રગ્સના વ્યસન વિષે નિવેદન આપ્યું હતું.
આગામી 16મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યાં છે. કિરણ હોસ્પિટલના લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે. ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, તેઓ લોકાના આરોગ્ય માટે બની રહેલી હોસ્પિટલના કાર્યક્રમનો વિરોધ નહીં કરે. પરંતુ એ પણ સમાજે જોવું રહ્યું કે, આ હોસ્પિટલમાં દરેક સમાજના ટ્રસ્ટીઓ છે. ત્યારે હોસ્પિટલમાં રાજકીય હસ્તીઓના હસ્તે લોકાર્પણ કરાવીને ક્યાંય પોલીટીકલ એજન્ડા ન બની રહે તે જોવું રહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા દેવામાં આવશે તો સમાજની બે વર્ષથી ચાલતી લડાઈના મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. સાથે જ પાટીદારો પર બે વર્ષથી થઈ રહેલા દમન અને જે રીતે રાજ્યમાં અને ખાસ પાટીદારોમાં ડરનો માહોલ પેદા કરવામાં આવ્યો છે. તે બાબત પણ તેમના સમક્ષ રજૂ કરવામાં આવશે. જો કે, કાર્યક્રમમાં તેની હાજરી વિષે હાર્દિકે કહ્યું કે, સુરત આવતાં પહેલા પણ 25 વાર ચેક કરવામાં આવે છે. તો કાર્યક્રમમાં તો ક્યાંથી હાજર રહેવા દે.
રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, ગાંધીજીના આ રાજ્યમાં દારૂબંધી પહેલેથી જ હતી પછી કડક કાયદાની શું જરૂર પરંતુ ગાંધીજીને મજાક બનાવી દેવાયા હોય તેવું લાગે છે. સાથે જ ડ્રગ્સના વ્યસને ચડેલા યુવકોને શીખ આપતાં હાર્દિકે કહ્યું કે, વ્યસનો અંદરથી માણસને ખોખલો બનાવી દે છે. જેથી વ્યસનોથી દરેકે દૂર જ રહેવું જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદની આ શાળાએ ફી વધારો પાછો ખેંચવાની કરી પહેલ
Next articleહવે અમદાવાદમાં એન્ટિ રોમિયો સ્કવૉડ કરશે મહિલાઓની રક્ષા