Home ગુજરાત ગુજરાતમાં યુવા એસેમ્બલીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કર્યો

ગુજરાતમાં યુવા એસેમ્બલીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કર્યો

37
0

(જી.એન.એસ),તા.૨૧
ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સદસ્યતા અભિયાન માટે પાટિલ ખૂદ મેદાનમાં!ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સદસ્યતા અભિયાન માટે પાટિલ ખૂદ મેદાનમાં! આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા સામાન્યતઃ ગૃહમાં બેસીને ચર્ચાઓમાં સહભાગી થતા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષા અને મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ પ્રેક્ષક દીર્ઘામાં બેસીને આ યુવા મોડેલ એસેમ્બલીની પ્રશ્નોત્તરી કાળની કાર્યવાહી નિહાળી હતી. ગુજરાત વિધાનસભાની ઇતિહાસમાં પહેલી વાર યુવા મોડલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતની અલગ અળગ શાળા અને કોલેજાેમાથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ એક દિવસના મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ દંડક અને વિરોધ પક્ષના નેતાઓ સહિતની ભૂમિકા ભજવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાત વિધાનસભા ગૃહ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનવા જઇ રહ્યુ છે. ગુજરતાના વિવિધ જિલ્લામાથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓ આજે જન પ્રતિનિધત્વનું દાયિત્વ પુરુ પાડવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનગૃહ અને સંસદને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા કૃષિ મંત્રીછોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા કૃષિ મંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોના ભરોશે નવા ભારતના નિર્માણનો આરંભ કર્યો છે. વર્ષો સુધી યુવાનો યુથ એજ વોટર તરીકે દેશના રાજકારણમાં જાેવામાં આવતા હતા. પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીના નેતૃત્વમાં યુથ એજ પાવર તરીકેના પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. ભારત દુનિયામાં સૌથી યુવા દેશ છે. સૌથી જૂની અને મોટી લોકશાહીનો ગૌરવ પણ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, લોકશાહીમાં મતદાર પાયાનો એકમ છે તો જનપ્રતિનિધિ મહત્વનો એકમ છે. મતદારો મતના તાકાતનો ઉપયોગ કરીને ચૂટીને જનપ્રતિનિધિનું એ દાયિત્વ છે કે, રાજ્યના વિકાસ અને પ્રજાના પ્રશ્નના નિવારણ માટે સદૈવ સક્રીય રહે. વિશ્વને લોકશાહી ભારતીયોએ શીખવાડી છે. લોકશાહી પ્રણાલીમાં જન સામાન્યનો અવાજ રજૂ કરવાનો મહત્વનું પ્લેટફોર્મ વિધાનસભા ગૃહ અને લોકસભાના ગૃહ છે. લોકશાહીના ચાર સ્થંભમાં એક લેજેસ્લેચિવની નવી દિશા અપાવનારમાં દેશના જન પ્રતિનિધિન યુવાનોને આમત્રિત કરવામાં આવે છે. મુખ્યમત્રીએ યુવાનોને જણાવ્યું હતુ કે, તમે પત્થરમાથી પાણી પેદા કરી શકો તેવા છો. તમારા હાથમાં દેશનું ભવિષ્ય ઉન્નત અને ઉજવળ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરુ છુ. ભારે વરસાદમાં સ્થળાંતર કરાયેલા નાગરીકો સ્વગૃહ પરત,૭૪,૨૩૨ નાગરીકો કેશડોલ્સ ચૂકવાઇભારે વરસાદમાં સ્થળાંતર કરાયેલા નાગરીકો સ્વગૃહ પરત,૭૪,૨૩૨ નાગરીકો કેશડોલ્સ ચૂકવાઇ પોલીટિકલ લોકશાહીથી સામાજીક લોકશાહી તરફ જવાનો માર્ગ પ્રધાનમંત્રીએ ચિંધ્યો છે. સામાજિક લોકશાહીના આધાર વગર રાજકીય લોકશાહી ટકી શકે નહી. સામાજિક લોકશાહી સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના આધારે સ્થાપિ શકાય લોકતાંત્રિક મૂલ્યો પરંપરા માત્ર સાસંદ અને વિધાનસભા ગૃહમા જ નહી પણ સમાજમાં પણ વ્યાપ્ત હોય નાગરીકોના અલગ અલગ ભાવના અને મતને માન્યત આદર્શ મળે તો જ સામાજીક લોકશાહી સિધ થાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આજની યુવા મોડેલ એસેમ્બલી પોલિટિકલ લોકશાહીથી સામાજિક લોકશાહીનો સંદેશો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરુ છુ.. દેશમાં આઝાદી કા અમૃત મહોત્વ ઉજવી રહ્યો છે. આ મહોત્વમાં ભારતને આઝાદી અપવાના ક્રાંતિવિર અને બંધારણ ઘડી આપનારને યાદ કરવાનો સમય છે. આવનાર ૨૫ વર્ષ બાદ દેશ જ્યારે સૌ વર્ષ ઉઝવણી કરશે ત્યારે આમ યવા શક્તિ ભારતને સર્વોચ્ચ લોકશાહી રાષ્ટ્ર બનાવાનો આ અમૃતકાળ બનશે.ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. યુવા એસેમ્બલીમાં યુવાનો દ્વારા પ્રશ્નોતરી પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બજેટની વિવિધ વિભાગો જેવા કે, આરોગ્ય કૃષિ અને સહકાર વિભાગની માંગણી પર ચર્ચા કરવામાં આવી સાથે જ સ્વર્ણિમ યુવા યૂનિવર્સિટી વિધેયક પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગ્લોબલ વોર્મિગ ક્લાઇમેટ ચન્જ શાળા પ્રવેશોત્વ પર ચર્ચા કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કોરોના મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Next articleઋષિ સુનક પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં