જી.એન.એસ, તા.૧૨ અમદાવાદ
ભારતીયોના સ્વભાવમાં રહેલ ઉદારતાના ગુણનો પરિચય પાકિસ્તાની સૈનિકોને અને પાકિસ્તાની ઓથોરિટીને પણ અપીલ કરી ગયો એવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં જે માછીમારને પકડીને લઇ જતાં હતાં તે જ માછીમારે જીવના જોખમે પાકિસ્તાનના 3 નૌસેનિકના જીવ બચાવ્યાં હતાં. જેની સામે પાકિસ્તાન ઓથોરિટીએ ભારતની 7 બોટ અને 60 માછીમારોને સોમવારની રાત્રે મુક્ત કરી દીધાં હતાં. નેશનલ ફિશરમેન એસોસિએશનના સેક્રેટરી મનીષ લોઢારી દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે રવિવારે અરબસાગરમાં ગુજરાતના તટ પાસે પાકિસ્તાની નૌસેનાની નાવ સમુદ્રી તોફાનમાં ટકરાઇને ફસાઇ હતી ત્યારે એક ગુજરાતી માછીમારે પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સી-પીએમએસએના બે સૈનિકોને બચાવી લીધાં હતાં. ત્યારે આઘટનામાં ત્રણ સૈનિકોના મોત થયાં હતાં. ત્રણેના મૃતદેહને પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યાં છે.પોતાના સૈનિકો સાથે વર્તવામાં આવેલી ઉદારતાને લઇને પીએમએલએ દ્વારા તેમણે જપ્ત કરેલી ભારતની સાત નાવ અને તેના 60 માછીમારોને સોમવારે રાત્રે છોડી મૂક્યાં હતાં.
ઘટના બની ત્યારે ભારતની 10 નાવ અને કેટલાક માછીમાર ભારતીય જળસીમામાં હતાં અને ત્યાં રાઉન્ડ માટે આવેલી પીએમએસએ તેમને પકડીને કરાંચી લઇ જઇ રહી હતી. ત્યારે પાકિસ્તાનની એક ના ભારતીય નાવ જોડે ટકરાઇ હતી. ભારતીય માછીમારે પાકિસ્તાની નૌસૈનિકને બચાવ્યાં ત્યારે જ કેટલાકને છોડી દીધાં હતાં અને કરાંચી લઇ જવાયેલા અન્ય 60ને સોમવારે મોડીરાતે મુક્ત કરી દીધાં હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.