Home ગુજરાત ગુજરાતઃ કર્મચારીઓ ‘નિવૃતી’ પછી પણ સરકારના ખોળામા, જ્યારે નવયુવાનો ‘બેકાર’…

ગુજરાતઃ કર્મચારીઓ ‘નિવૃતી’ પછી પણ સરકારના ખોળામા, જ્યારે નવયુવાનો ‘બેકાર’…

881
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૨૫
બેકારી તેમજ બેરોજગારીએ ગુજરાતમાં માજા મૂકી છે.ત્યારે ગુજરાતમાં નવયુવાનોમા બેરોજગારીમાં વધારો જોવા મળ્યો છે. બેકરીના કારણે પણ નવયુવાનો આડા અવળા રસ્તે ભટકી જતા હોય છે તેવા પણ કિસ્સા જોવા મળે છે.બેકારીની જો વાત કરીએ તો ૪૫ વર્ષમા આ સાલ સૌથી વધારે બેકારીના આંકડા જોવા મળ્યા છે.સરકારના પ્રચારનો પણ મુખ્ય મુદ્દો બેકારીમા ઘટાડો કરવાનો હતો. પરંતુ બેકારી ઘટવાની જગ્યાએ તો બેકારીના આંકડાઓમાં વધારો જ થતો જોવા મળ્યો છે.આવી વધતી જતી બેકારીના કારણે જ નવયુવાનો આપઘાત કરતા પણ જોવા મળે છે.આના પાછળનું કરણ બેરોજગારી જ છે.આજ કાલ ગુજરાતમાં સ્નાતક સુધી ભણેલા યુવાનો પણ રોજગારી માટે વલખા મારતા જોવા મળે છે.ગુજરાતમાં બેરોજગારીમા વધારો થાય છે તેના માટે મુખ્ય જવાબદાર કોણ..? કેમ કે ગુજરાત સરકારમા ઘણા એવા વિભાગો છે જેમાં આજ સુધી ભરતી કરવામાં આવી નથી. તેમજ બેકારી પાછળ ખાનગીકરણ પણ જવાબદાર છે. ગુજરાત સરકારમાં સરકારી કર્મચારીઓ દર વર્ષે ઘણા નિવૃત થતા હોય છે. તેમની ખાલી પડેલ જગ્યા ભરવાની જગ્યાએ સરકાર દ્વારા તેમને એક્સ્ટેનશન આપી દેવામાં આવે છે.આથી નવયુવાનોને મોકો મળતો નથી. જો સરકાર તરફથી એક્સ્ટેનશન ના મળે તો આઉટશોશીગની એજન્સીની મિલીભગતથી પણ સરકારમાં કામ કરે છે. શુ આ નિવૃત કર્મચારીઓએ એવું વિચાર્યું છે કે અમે જીવીશું ત્યાં સુધી સરકારના ખોળામાં જ રહીશું નવયુવાનોને મોકો જ નહીં આપીએ..?કેમ કે અત્યારે ઘણા એવા વિભાગો છે કે જયાં આઉટ શોશિંગ એજન્સીથી પણ નિવૃત કર્મચારીઓ કામ કરતા જોવા મળે છે. ગુજરાત સામાન્ય વહીવટ તરફથી એવો પણ ઠરાવ કરવામા આવેલ છે કે ૬૦ વર્ષે પછી કર્મચારીઓને એક્સ્ટેનશન આપવું નહિ.
એટલે હવે નિવૃત કર્મચારીઓ હવે આઉટ શોશિંગ થી કામ કરતા જોવા મળે છે. સરકાર આ પ્રથા જો બંધ કરે તો ઘણા નવયુવાનોને રોજગારી આપી શકાય.નિવૃત કર્મચારી જો આઉટ શોશિંગથી કામ કરે તો તેને પગાર ૧૨ હજાર થી ૧૪ હજાર સુધી આપવામાં આવે અને જો કોઈ પ્રાઇવેટ માણસ આઉટ શોશીગથી સરકારી ઓફિસમાં કામ કરે તો તેને ૮ હજાર જેટલો જ પગાર આપવામાં આવે છે. જ્યારે આ બંન્ને સરખું જ કામ કરતા હોવા છતાં પણ આટલી વિસંગતતા કેમ..? ગુજરાતમાં જ્યારથી ઓઉટ શોશીગ પધ્ધતિ ચાલુ કરવામાં આવી છે ત્યારથી સરકારી કર્મચારીઓને તેમજ એજન્સીના માલિકોને ઘી કેળા થઈ ગયા છે. તે સ્પષ્ટ દેખાય છે કે કેમ કે આઉટ શોષીગના કર્મચારીના પગારમાથી મસ મોટી કટકી કરવામાં આવતી હોય છે. સરકારી કર્મચારી નિવૃત થયા પછી એજન્સીના સહારે આઉટ સોશિગમાં કામ કરવાનું અને તગડો પગાર લેવાનો એક બાજુ સરકાર રોજગારી આપવાના દાવા કરે છે. ત્યારે આટલું મોટું કૌભાંડ સરકારને કેમ નથી દેખાતું..? કેમ સરકાર રોકવામાં નિષ્ફળ છે.? કેમ નવયુવાનોના ભવિષ્ય સાથે સરકાર રમત કરે છે..? અત્યારે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં દરેક વિભાગોમાં આઉટ શોસિંગથી જ ભરતી કરવામાં આવે છે. શિક્ષણ વિભાગમાં પણ પ્રવાસી શિક્ષકો લેવામાં આવે છે. ક્યારે સરકાર જાગશે અને ભરતી કરશે..? ક્યાં સુધી નિવૃત કર્મચારીઓને સરકાર ખોળે જ બેસાડી રાખશે..? જો આમને આમ ચાલશે તો નવયુવાનોનું ભવિષ્ય તો અંધારામાં ધકેલાઈ જશે.(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરોગ્યમંત્રી કુકાની કૂવાણી અને પ્રરજાવિરોધી ગુરૂ મંત્ર –ના હું તો નહીં બોલુ ગમે તે થાય ને, મારે શું….?
Next articleસ્વર્ણિમ લાયન્સ કલ્બમાં નવા ચેરમને તરીકે શપથ ગ્રહણ કરશે આશાબેન પંડ્યા