Home ગુજરાત સ્વર્ણિમ લાયન્સ કલ્બમાં નવા ચેરમને તરીકે શપથ ગ્રહણ કરશે આશાબેન પંડ્યા

સ્વર્ણિમ લાયન્સ કલ્બમાં નવા ચેરમને તરીકે શપથ ગ્રહણ કરશે આશાબેન પંડ્યા

457
0

(જી.એન.એસ.,કાર્તિક જાની),તા.૨૬
સ્વદેશી રાષ્ટ્રવાદી સંસ્થા ઇન્ડિયન લાયન્સનું રજત જ્યંતી મહોત્સવ વર્ષ 2019 માં ઉજવવા જઇ રહ્યો છે ત્યારે સ્વર્ણિમ લાયન્સ કલબના મેમ્બર ઈ. લાયન આશાબેન પંડ્યા નેશનલ ચેરમેન તરીકે હોદ્દો ગ્રહણ કરશે. આશાબેન પંડ્યા 13માં નેશનલ ચેર પરસન તરીકે શપથ લેશે. ઇન્ડિયન લાઇન્સ કલબ એક એવી સંસ્થા સે જે ઘણા સમયથી ગુજરાત માં કાર્યકરત છે. પરંતુ હવે ઇન્ડિયન લાઇન્સ કલબ નવયુવાન માટે એક પહલ શરૂ કરવા જઈ રહ્યો છે. અને ગુજરાત માં ચાલતા ગુટખા ઉપર ઝૂંબેશ ઉપાડી ગુજરાત ને એક નવી દિશા આપશે.
29મી એ શનિવારના રોજ સાંજે વૈષ્ણોદેવી સર્કલ પાસે નિરમા યુનિવર્સીટી ખાતે ઇન્ડિયન લાયન્સનું શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. જેમાં અનેક લોકો ઉપસ્થિત રહેશે. ઇન્ડિયન લાયન્સ કલબ એક સ્વદેશી છે અને ભારતમાં સમગ્ર ખૂણે કાર્ય કરી રહ્યો છે. દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય જાગૃતિની સાથે દેશભક્તિ ભાવના સાથે લોકોમાં એક વિશ્વાસ પૂર્ણ કરશે. સમાજમાં અનેક એવા મુદ્દાઓ છે જે હજુ સમાજ ને અશુદ્ધ બનાવી રહ્યા છે. એવા મુદ્દાઓ માટે ઇન્ડિયન લાયન્સ કલબ એક દિવાર બની કામ કરશે. દેશની જાગૃતિ, યુવા ધનની જાગૃતિ જ ઇન્ડિયન લાયન્સ ક્લબનું ઉદ્દેશ્ય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતઃ કર્મચારીઓ ‘નિવૃતી’ પછી પણ સરકારના ખોળામા, જ્યારે નવયુવાનો ‘બેકાર’…
Next articleરાજકારણ નો નવો અભ્યાસક્રમ, કોંગ્રેસ પક્ષને સમજાતો જ નથી