Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ

ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ

20
0

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં માણસાના ઘારાસભ્ય શ્રી જે.એસ.પટેલ અને કલોલના ઘારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન, એસ.ટી. બસ સેવા, રસ્તાઓ, સુજલામૂ – સુફલામ હેઠળ જમીન સંપાદન, પીવાના પાણીની ટાંકી બનાવવા, કલોલ- વિજાપુર-વડનગર રેલવે લાઇન અંડરપાસ, જમીન સંપાદન વળતર અને વીજળીના સંદર્ભના પ્રશ્ન ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઘારાસભ્યશ્રીના પ્રશ્નોની રજૂઆત સાંભળીને સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી મેળવી સરળતાથી ઉકેલ લાવવામાં આવ્યો હતો.

         આ બેઠકમાં રજૂ થયેલાં પ્રશ્ન અંગે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ઘારાસભ્યશ્રીઓના વિવિધ રજૂઆત અને પ્રશ્નને પ્રાધાન્ય આપવા પણ સર્વે અધિકારીઓને સૂચના આપી હતી. તેની સાથે જનસુખાકારી કામોને ઝડપી અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.

         આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગેની માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ.જે.વૈષ્ણવ પાસેથી મેળવી હતી. માહિતી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચાંદીપુરાનો રોગ સેન્ડ ફલાય- રેતીની માખી કરડવાથી થાય છે. આ માખી રેતીવાળી જમીનમાં કે કાચા મકાનોની  તિરાડમાં ભરાઇ રહે છે. તેની સાથે ઢોર- ઢાખરવાળા વિસ્તારમાં પણ વઘુ આ માખી જોવા મળે છે. તે રાતના સમયમાં કરડે છે. આ રોગ મોટાભાગે ૧૪ વર્ષ સુધીના બાળકોને વઘુ ઝડપી થાય છે. જેથી આના બચવા માટે સર્વે નાગરિકોને મચ્છરદાનીમાં સુવુ જોઇએ. આ રોગને નાથવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેથિયોન ૫ ટકા પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ  માટે તંત્ર દ્વારા ૫ હજાર કિલોગ્રામ પાઉડરની ખરીદી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં કલોલ પૂર્વ વિસ્તારમાં એક ચાંદીપુરા વાયરસનો પોઝિટીવ કેસ મળ્યો છે. જે બાળકને સમયસર સારવાર મળતા તેની તબિયત સુઘારા પર છે.

         આ બેઠકમાં જિલ્લામાં આગામી સ્વાતંત્ર્ય  પર્વની ઉજવણી કલોલ ખાતે થનાર છે, તેની સુચારું આયોજન કરવા પણ સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ બેઠકમાં તુમારોનો નિકાલ, પેન્શન કેસો, આર.ટી.આઇ. નિકાલ જેવા વિવિધ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી હતી.

         આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાધેલા, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ સહિત  જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસડેલા શાકભાજીની આડમાં ગુજરાતમાં ઘૂસદવામાં આવી રહેલો 19 લાખનો દારૂ ઝડપી પાડતી દાહોદ એલસીબી
Next articleરાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 206 ડેમ 37 ટકાથી વધારે ભરાયા