Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં આંગણવાડીની બાળાઓ તથા બહેનો હાથે મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપી...

ગાંધીનગર જિલ્લામાં આંગણવાડીની બાળાઓ તથા બહેનો હાથે મહેંદી મૂકી મતદાન જાગૃતિનો આપી રહ્યાં છે સંદેશ

13
0

મહેંદીના રંગને સંગ, ફેલાશે મતદારોમાં ઉમંગ

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

  જિલ્લા ચુંટણી અધિકારી તથા કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરાયા છે. જેમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરે, ખાસ કરીને મહિલાઓ પણ મત આપવા માટે જાગૃત બને એ હેતુસર  જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો સહિતનાં અનેક સ્થળોએ મહેંદી કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી પારુલબેન નાયક દ્વારા તેમના હસ્તકની તમામ આંગણવાડીમાં, આંગણે આવેલા લોકશાહીના શુભ અવસરને વધાવવા આંગણવાડીની બાળાઓ તથા બહેનોએ હાથમાં મહેંદી મુકી મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં આંગણવાડીના કાર્યકર બહેનો, તેડાગર બહેનો ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કાર્યકરો અને આયુર્વેદ ચિકિત્સાલયના સ્ટાફ દ્વારા મહેંદી મુકાવી બહેનોને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન પ્રજાપતિ તથા સબ નોડલ અધિકારીશ્રી ડો. પિયુષ કે. પટેલના નેતૃત્વ હેઠળ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં  આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુથી મહેંદી સ્પર્ધાના આવા આયોજન કરી મતદારોને ખાસ કરીને મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleAI મારફતે યુપીના મુખ્યમંત્રી યોગીનો બનાવ્યો ડીપ ફેક વીડિયો બનાવી સોસિયલ મીડિયામાં મુકનાર આરોપીની ધરપકડ
Next articleબુધ ગ્રહ પોતાની પ્રિય રાશિ મિથુન માં કરશે પ્રવેશ