Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામે મહિલાલક્ષી યોજનાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામે મહિલાલક્ષી યોજનાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

51
0

(G.N.S) Dt. 14

ગાંધીનગર,

ગાંધીનગરના દંતાલી ગામે મહિલા અને બાળ અધિકાર શ્રીની કચેરી દ્વારા મહિલાલક્ષી યોજના અને કાયદાકીય જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .DHEW,OSC,PBSC દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની તથા મહિલા લક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગામના સરપંચ શ્રી નીરૂબેન પટેલ દ્વારા મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે લાભાર્થીઓની ગંગાસ્વરૂપ આર્થિક સહાય બંધ હતી, તેમના જરૂરી કાગળો લઈ તેમની સહાય ચાલુ કરવામાં આવી હતી.

  આ અવસરે વ્હાલી દીકરી યોજનાના હુકમો વિતરણ કરી,” બેટી બચાવો ,બેટી પઢાઓ યોજના “હેઠળ દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા નારી શક્તિ, જળ શક્તિ અભિયાન અંતર્ગત મહિલાઓને પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરાયું
Next articleભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે