Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર  જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સેક્ટર -૧૧ રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ...

ગાંધીનગર  જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સેક્ટર -૧૧ રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થશે

12
0

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ  કલેકટરશ્રી મેહુલ કે.દવેની ઉપસ્થિતિમાં  યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલમાં  કલેકટરશ્રીએ જિલ્લામાં મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું. ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સેક્ટર- ૧૧, રામકથા મેદાન ,ગાંધીનગર ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.

 કલેકટરશ્રીએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ સાથે સાથે જિલ્લાની વિવિધ શાળાના 300 થી વધુ બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લાના વિવિધ ખાતાઓ દ્વારા તૈયાર કરેલા ટેબ્લો તથા હોર્સ અને ડોગ સ્ક્વોડના કરતબ પણ નિહાળીયા હતા.

આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓ, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.

રિહર્સલમાં પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી,  નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field